દાહોદ, દહોદ જીલ્લાના સંજેલીના જીતપુરા ગામે શિક્ષકની હત્યા ગતરોજ લુંટ વીથ મર્ડરનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં દંપતિ પૈકી વ્યક્તિને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી અને સોનાના દાગીના, રોકડા રૂપીયા તેમજ એક ફોર વ્હીલર ગાડી મળી કુલ રૂા. 4,75,000ની સનસનાટી ભરી લુંટ પ્રકરણમાં દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં તપાસ દરમ્યાન એક શંકાસ્પદ ઈસમની પોલીસે પુછપરછ કરતાં પુછપરછ દરમ્યાન આ લુંટ વીથ મર્ડર પોતાની પત્નિ સાથેના આડા સંબંધના વહેમમાં હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતાં પોલીસે હત્યારાને લુંટમાં ગયેલ પુરેપુરા મુદ્દામાલ સાથે અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
સંજેલીના જીતપુરા ગામે શિક્ષકની હત્યા
સંજેલીના જીતપુરા ગામે શિક્ષકની હત્યા માં: ગત તા.15મી એપ્રિલના રોજ સંજેલીના જીતપુરા ગામે રહેતાં રિટાયર્ડ શિક્ષક દંપતિ દિપસિંહ માનસિંહ પલાસ તથા તેમની પત્નિ રાજમોહીનાબેન દિપસિંહ પલાસ બંન્ને રાત્રીના સમયે જમી પરવારી પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહ્યાં હતા.
ત્યારે રાત્રીના આશરે અઢી વાગ્યાના આસપાસ અજાણ્યા લુંટારૂઓએ મારક હથિયારો સાથે રાજમોહીનાબેનને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને દંપતિને બાનમાં લઈ મારી નાંખવાની ધમકીઓ આપી મકાનમાંથી સોનાનું મંગળસુત્ર, સોનાનું લોકીટ, સોનાની ચેઈન તેમજ ઘરના આંગણે પાર્ક કરેલ એક ફોર વ્હીલર ગાડી મળી કુલ રૂા.4,75,000 ની લુંટ ચલાવી તે સમયે રાજમોહીનાબેનેના પતિ દિપસિંહભાએ લુંટારૂઓનો પ્રતિકાર કરતાં લુંટારૂઓએ પોતાના હાથમાંની કુહાડીના ઉપરા છાપરી ઘા દિપસિંભાઈના ગળાના તેમજ ખભાના ભાગે મારી દિપસિંહભાઈ લોહીલુહાણ થઈ ગયાં હતાં.
લુંટારૂઓ લુંટ કરી નાસી ગયા બાદ રાજમોહીનાબેને બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને આ અંગેની જાણ પરિવારજનોને પણ કરવામાં આવતાં પરિવારજનો પણ રાજમોહીનાબેનના ઘરે દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ તેમજ ઉચ્ચસ્તરીય પોલીસને કરવામાં આવતાં જીલ્લા પોલીસવડા તેમજ ડિવાયએસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
જ્યાં પ્રથમ ગંભીર ઈજાગ્રસ્ત દિપસિંહભાઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતાં જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત દિપસિંહભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
સંજેલીના શિક્ષકની હત્યા
આ સંજેલીના શિક્ષકની હત્યા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલ.સી.બી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ ચાલતી હતી તે દરમ્યાન ડોકા તલાવડી ગામનો રમણભાઈ ભુરસિંગભાઈ પલાસ સંજેલી પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ મથકે જણાવ્યું હતું કે, આઠથી દશ લુંટારૂઓ આવી મારામારી કરી પોતાના ઘરેથી રૂા.2,64,000 રોકડા તેમજ મોબાઈલ ફોન લુંટ નાસી ગયાં છે.
ત્યારે આ અંગેની જાણ એલ.સી.બી. પોલીસને થતાં એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત ઈસમની પુછપરછ કરતાં અને ત્યાર બાદ સ્થળ પર જઈ ડેમોસ્ટ્રેશન કરી બતાવવા જણાવતાં પોલીસ સ્ટેશનમાં જણાવેલ સ્ટોરી તેમજ ઘરે જણાવેલ સ્ટોરીમાં વિસંગતતા જણાઈ આવતાં પોલીસને તેની ઉપર શંકા ગઈ હતી જેથી પોલીસને જે સ્થળેથી ફોર વ્હીલર ગાડી મળી આવી હતી તે સ્થળે જઈ પગની ફુટ પ્રિન્ટ લઈ બનાવ સ્થળે મળેલ ફુટ પ્રિન્ટ સાથે સરખાવતાં 60 ટકા જેટલી મેચ થતી હતી જેથી રમણભાઈની સઘન પુછપરછ કરતાં પોલીસની પુછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને કબુલાત કરી હતી કે, મૃતક દિપસિંગ માનસિંગ પલાસને પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી.
જેથી બનાવની રાત્રે દિપસિંગભાઈની પત્નિ બહારગામ લગ્ન પ્રસંગમાં ગયાં હતાં તે મોકાનો લાભ લઈ રમણભાઈ દિપસિંગભાઈના મકાનની છત પર સંતાઈ ગયો હતો અને રાત્રીના સમયે ઘરમાં ઘુસી મૃતક દિપસિંગભાઈના શરીરે કુહાડીના ઉપરા છાપરી ઘા મારી સોનાના દાગીના, રોકડા રૂપીયા તેમજ ઘરના આંગણે પાર્ક કરેલ ફોર વ્હીલર ગાડીની લુંટ કરી નાસી ગયો હતો. આમ, સંજેલીના જીતપુરા ગામના લુંટ વીથ મર્ડરના બનાવમાં પોલીસે રમણભાઈ ભુરસિંગભાઈ પલાસને ઝડપી પાડી લુંટમાં લઈ ગયેલ 100 ટકા મુદ્દમાલ રીકવરી કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
You May Also Be Interested in Other Topics – | |
1. | જિલ્લા શિક્ષણ અધિકારી |
2. | મતદાન જાગૃતિ સેલ્ફી પોઈન્ટ |
3. | સસ્તા અનાજની દુકાન ની માહિતી |