સંજેલીના ગલાનાપડ ગામેથી 8 કુવા માંથી પાણી ખેંચવાની સબમર્સીબલ મોટરોની ચોરી થતાં ચકચાર

દાહોદ,દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ગલાનાપડ ગામે એક સાથે આઠ કુવામાંથી પાણી ખેંચવાની સબ મર્સિબલ મોટરો કિંમત રૂા.40,000ની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સંજેલીના ગલાનાપડ ગામે રહેતાં સંજયભાઈ કનુભાઈ રાઠોડ તથા તેમની આસપાસ રહેતાં અન્ય 07 જેટલા વ્યક્તિઓએ પોત પોતાના કુવામાં આડી તથા ઉભી સબ મર્સિબલ મોટરો કુવા માંથી પાણી ખેંચવા માટે લગાવવામાં આવી હતી. ત્યારે ગત તા.17મી માર્ચના રોજ રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ આઠેય વ્યક્તિઓની કુવામાં લાગેલ પાણી ખેંચવાની 08 મોટરો કિંમત રૂા.40,000 ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સંજયભાઈ કનુભાઈ રાઠોડે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.