સંજેલીના ડિસેલરી ફળીયાના પાછળના ભાગે રહેતા પરિવારોને 15 દિવસથી પાણી નહિં મળતા ટી.ડી.ઓ.ને રજુઆત

સંજેલી,

સંજેલી ખાતે આવેલ ડિસેલરી ફળીયાના પાછળના ફળીયામાં રહેતા રહિશોને 15 દિવસથી પાણી નહિ મળતાં પંચાયત વિભાગને રજુઆત છતાં નિરાકરણ નહિ આવતાં તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત.

સંજેલી ગામે આવેલ ડિસેલરી ફળીયા પાછળ ભાગે રહેતા પરિવારોને છેલ્લા 15 દિવસથી નળ મારફતે આપવામાં આવતું પાણી આપવામાં આવતું નથી. જેને લઈ મધ્યમ અને ગરીબ પરિવારોને રોજ વેચાતું પાણી લેવાનો વારો આવ્યો છે. પાણીની સમસ્યાને લઈ ગ્રામ પંચાયતને રજુઆત કરવા છતાં નિરાકરણ આવેલ નથી. ડિસેલરી ફળીયાના પાછળના ભાગે રહેતા પરિવારોને તાલુકા સેવા સદન ખાતે આવેલ પાણીની ટાંકી માંથી પાણી આપવામાં આવતું હતું. તે બંધ કરી દેવામાં આવતાં આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે.