દાહોદ,દાહોદ જીલ્લાના સંજેલી તાલુકામાં ખાતે ચમારીયા ગામના ખેતરોમાં કાળીયા હેલ તળાવમાંથી ખેતી સિંચાઇ માટે આવતુ પાણી કેનાલ તુટી જવાના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યું હોવાથી શિયાળુ પાક રવી સીઝન ને નુકશાની પહોંચી શકે તેવી ખેડુતોને ભિંતી સર્જાવવા પામી છે. છેલ્લા ત્રણેક વર્ષથી શિયાળામાં નહેર, કેનાલમાં ચાલુ કરવામાં આવે છે, પરંતુ કેનાલની સફાઈકામ કામગીરી કર્યા વિના પાણી છોડવામાં આવતુ હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે.
કેનાલમાં ચોમાસામાં વરસાદ પડવાથી કચરો તેમજ માટીના થર જામી થવાની કેનાલ પણ સાકડી થતી હોય તેવી સ્થિતી જોવા મળે છે. સાથેજ ચોમાસામાં પણ ભારે વરસાદને કારણે ધોવાણ થવાના લીધે કેનાલમાં ગાબડું પડ્યું હોવાથી જે તુટી જવાથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા હવાની ફરિયાદો જણાઇ આવે છે. ત્યારે ગરીબ ખેડૂતો મોઘા બિયારણ ખાતર ખરીદી કરી રવિ પાકનુ જતન કરતા હોય છે. ઉપરોક્ત બાબતે ખેડુતોની તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવેલ હોય તેમ છતાં રીપેરીંગ કે સમાર કામગીરી હાથ ધરવામાં આજદિન સુધી આવી નથી. હાલ એક-બીજા ખેતરમાં પાણી ફરી વળવાના કારણે ચિયાડા, કોતરોમાં, ઘઉ, ચણાના, મકાઈના વાવેતર પાકમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદો જાણવામાં આવે છે. જમીન ગળી જવી, પાક સડી જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરોક્ત તમામ ખેડુતો માટે આફતરૂપ સ્થિતી વહીવટીતંત્રની બેજવાબદાર કામગીરીના લીધે ખેડુતોના પાકમાં મોટા પાયે નુકસાન થતી હોવાની વિગતો જાણવામાં આવી રહી છે. વહીવટી તંત્ર બેદરકારી બદલ આવું થવા પામ્યું. ત્યારે પાણીનો સદ્દ્ઉપયોગ થાય અને યોગ્ય કામગીરી કરવા ખેડુતોની માંગ હોય તેવુ સમજી શકાય છે.