દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામે DJ ના ટેમ્પાએ ઇકો કાર સહીત બાઈકને અડફેટમાં લીધા બાદ પલ્ટી મારતા નાસભાગ મચી.
સંજેલી તાલુકાના ચમારીયામા ડીજે ભરેલો ટેમ્પાએ ફ્રી સેવા આપતી પશુ દવાખાનાની ગાડી સહિત બાઈકને ટક્કર મારી ડીજે નો ટેમ્પો રોડની સાઈડના ખાડામાં પલટી મારી હતી. સદ્દનસીબે મોટી જાનહાની ટળી. સિંગવડ તાલુકાના મેથણ ગામ થી જાન ચમારીયા ખાતે આવતી વેળાએ ક્ધયાનું ઘર આવતા પહેલા જ અકસ્માત સર્જાયો સદ્દનસીબે કોઈ જાનહાની ટળી હતી.
સિંગવડ તાલુકાના મેથાણથી સંજેલી તાલુકાના ચમારીયામાં જાન સવારના 10 વાગ્યાના ટાઈમમા ચમારીયા ખાતે ડીજે ના ટેમ્પામાં અચાનક ખામી સર્જાતા ડીજે નું ટેમ્પો પશુ દવાખાનાની ઇકો કાર સહિત એક બાઇકને કચરધાણ કરી નાખી ડીજેનો ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારતા લોકોમાં નાસ ભાગ મચી હતી. આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ દોડી આવી હતી.