પતિ દ્વારા દારૂ પીને વસ્તારમાં છોકરા થતા ન હોવાનું કહી ગાળો બોલી મારકૂટ કરી દહેજની માગણી કરી તથા સાસરિયાંઓ દ્વારા વસ્તારમાં છોકરો ન થવા બાબતે મહેણાં ટોણા મારી ત્રાસ આપી પ્રથમ પત્નીની સંમતિ વિના બીજી પત્ની લાવી ઘરમાં બેસાડી દઈ શારીરિક અને માનસિક ત્રાસ ગુજરાતા આવા રોજે રોજના ત્રાસથી વાજ આવેલ સિંગવડ તાલુકાના સુરપુર ગામની 42 વર્ષીય પરણીત મહિલાએ ન્યાયની દાદ માટે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યાનુ પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લાના સંજેલી ગામના ભામણ ગામે મછાર ફળિયામાં રહેતા પારસીગભાઇ મછારની દીકરી 42 વર્ષીય પંચવટીબેનના લગ્ન તારીખ 11-5-2008 નારોજ સિંગવડના સુરપુર ગામે ભુરીયા ફળિયામાં રહેતા નિતેશકુમાર રમણભાઈ નિસરતા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પંચવટી બેનને તેના પતિ નિતેશકુમારે સાત વર્ષ સુધી સારૂં રાખ્યું હતું. ત્યારબાદ પતિ, સાસુ, સસરા, નણંદ, નણદોઈ વગેરે મળી કુલ 10 જણાનું પોત પ્રકાશ્યું હતું. અને પતિ નિતેશકુમાર દારૂ પીને ઘરે આવી પત્ની પંચવટી બેનને તને વસ્તારમાં છોકરા થતા નથી. તેમ કહી ગાળો બોલી મારકૂટ કરી દહેજની માગણી કરી તથા સાસુ સસરા સહિતના નવે જણાએ તને વસ્તારમાં છોકરા થતા નથી. તેમ કહી મહેટોણા મારી ત્રાસ આપી પંચવટીબેનની હયાતીમાં જ તેની સંમતિ વગર પતિ નિતેશકુમારે બીજી પત્ની લાવી ઘરમાં બેસાડી દઈ સૌ ભેગા મળી સારી રીતે માનસિક ત્રાસ આપતા રહ્યા હતા. આ રીતે છેલ્લા નવ નવ વર્ષથી અવારનવાર ગુજારાતા શારીરિક અને માનસિક ત્રાસથી વાજ આવેલ પંચવટીબેને પોતાના પતિ તથા સાસરીયા મળી કુલ 10 જણા વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઈ.પી.કો.કલમ 498(ક),494,323,504,506(2) 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.