સંજેલીના ભામણ ધાટી રોડ પર ઝાડી-ઝાંખરામાં મેડિકલ વેસ્ટનો નિકાલ

સંજેલી,સંજેલી તાલુકાના ભામણ ધાટી રોડ પર જ ઝાડી-ઝાંખરાનો લાભ લઈ મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા ખેડુતોમાં રોષ ફેલાયો છે.

સંજેલીથી ઝાલોદ તરફ જવાના મુખ્ય માર્ગ પર ભામણ ધાટી રોડ નજીક ઉગી નીકળેલા બાવળના ઝાડી-ઝાંખરાના તકનો લાભ લઈ અને મેડિકલ બાયો વેસ્ટના ઈન્જેકશન, દવાની બોટલોનો મોટી માત્રામાં જથ્થો ઠલવાતા ખેડુતો તેમજ અવર જવર કરતા રાહદારીઓ-સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાયો મેડિકલ વેસ્ટનો જે તે નિયુકત કરેલ જગ્યાએ જ મોકલવામાં આવતા હોય છે અને પ્રાઈવેટ તેમજ સરકારી હોસ્પિટલો-દવાખાનાઓ તેમજ મેડિકલ દ્વારા આ બોટલો-ઈન્જેકશન અને ગોળીઓ બાયો વેસ્ટને સોંપવાની હોય છે. પરંતુ સંજેલીથી ત્રણ કિ.મી.દુર મુખ્ય માર્ગ પર જ આ ગાડીમાં બાયો મેડિકલ વેસ્ટનો ઈન્જેકશન, બોટલો અને દવાઓનો જથ્થો ઠલવાતા ઢોર-ઢાખર તેમજ જંગલમાં રહેતા જંગલી પ્રાણી અને પશુઓને નુકસાન થાય તેવી ભિતી સેવાઈ રહી છે.