સંજેલી મુકામે સામાજિક કાર્યકર્તાઓની ટીમ દ્વારા ગૌ માતાની સન્માન સાથે દફનવિધિ કરવામાં આવી

  • ગૌ માતાના માલિક બેપરવાહ રહેતા ગૌ માતાના મોતની આશંકા.

સંજેલી,

સંજેલી નગરમાં તારીખ 15-12-2022 ના રોજ કોઈ બસના અડફેટે આવી એક નાના વાછરડાનું અકસ્માત થયું હતું. સંજેલી નગરના સામાજિક કાર્યકર્તાઓને વાતની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. ત્યાં પહોંચતા તપાસ કરતા વાછરડું મૃત હાલતમાં મળી આવેલ હતું. ત્યાર બાદ સહુ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા વાછરડાના માલિકની તપાસ કરતા માલુમ પડેલ ન હતું. ત્યાર બાદ સહુ કાર્યકર્તાઓ ભેગા થઈ એક ખુલ્લી ખુલ્લી જગ્યામાં જઈ જે.સી.બી થી ખાડો ખોડી તે ખાડામાં વાછરડાને દફનાવી દેવામાં આવેલ હતું.

બીજો બનાવ સંજેલી મુકામે જ એક ફળિયામાં ગાય મૃત હાલતમાં મળતા ફરી બધાં સામાજિક કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગાય માતાને સ્થળે થી લઈ જઈ એક ખુલ્લી જગ્યામાં જે.સી.બી દ્વારા ખાડો ખોદી ત્યાં ગાય માતાની દફનવિધિ કરવામાં આવી હતી. સંજેલી નગરના સામાજિક કાર્યકર્તાઓ ની આ ટીમ કાયમ નગરમાં નાની મોટી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યા છે. નગરમાં સેવાકીય કાર્યો કરવા બદલ રવિ પરમાર, જયદીપ પરમાર, જયપાલસિંહ ઝાલા, કપિલ સાધુ, રાજુ જૈન, ધનંજય પુરોહિત, શિવમ ચાવડા, નગીન પ્રજાપતિ, પીન્ટુ પ્રજાપતિ, કાનો પંચાલ સહિતના કાર્યકર્તાઓનો સહુ કોઈ લોકોએ આભાર માન્યો હતો.

સંજેલી નગરમાં લોકોના કહ્યા અનુસાર ગાય માતાના માલિકો તેમની બરાબર સંભાળ નથી કરતા અને રોડ પર છૂટા છોડી દે છે, તેમજ પશુઓમાં થઈ બીમારીની કોઈ દવા પણ ન કરાવતા ગાય માતાનુ મૃત્યુ થાય છે અને મૃત્યુ થયા બાદ પણ તેની જવાબદારીઓ લેવા તૈયાર નથી. પશુ પ્રત્યેના આવા વ્યવહારથી નગરના સહુ લોકો આવા અમાનવીય અભિગમ ધરાવતા પશુ માલિક પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.