સંજેલીથી લુણાવાડા-અમદાવાદ એસ.ટી.બસ શરૂ કરવા રજુઆત

સંજેલી, સંજેલીથી સુલિયાત, મોરા, ઉબેરટેકરા, મોટીરેલ, લુણાવાડા થઈ અમદાવાદ નવીન એસ.ટી બસ સેવા શરૂ કરવા પુર્વ મંત્રી નિમીષાબેન સુથારે વાહનમંત્રી હર્ષ સંઘવીને લેખિત ભલામણ કરી હતી.

સંજેલી તાલુકા મથકે નવીન એસટી બસ સ્ટેન્ડ બનાવ્યુ છે. લોકોને એસ.ટી. બસની મુસાફરી મળી રહે તે માટે લાંબી તેમજ લાંબા રૂટની બસ સેવા શરૂ કરવામાં આવી છે. પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાની સરહદે આવેલા આ સંજેલી તાલુકામાંથી આઠ વાગ્યા પછી બસ સેવા ન હોવાથી અમદાવાદની મુસાફરી કરવા માટે સંતરામપુર કે લુણાવાડા તરફ સમય તેમજ પૈસાનો બગાડ કરીને લાંબા થવુ પડે છે. જે સમસ્યાને હલ કરવા માટે સંજેલી જુસ્સા, માંડલી, સુલિયાત, મોરા, ઉબેરટેકરા, મોટીરેલ, વાંકડી, ગોધરા, લુણાવાડા થઈ અમદાવાદ તરફ જવાની એસ.ટી. બસ સેવા શરૂ કરવા બીજેપી આદિજાતી મોરચાના ઉપપ્રમુખ કાંતિભાઈ બામણિયા દ્વારા પુર્વ મંત્રી અને ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે. જેને ઘ્યાને લઈને પુર્વ મંત્રીએ વાહન વ્યવહાર મંત્રીને નવીન એસ.ટી.બસ સેવા શરૂ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.