- તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન કરાતા સ્થાનિકોના મકાનોમાં પાણી ભરાવાની દહેશત.
- મામલતદાર ક્વાર્ટર આગળ પાણીનો નિકાલ ક્યારે આવશે?
- સંજેલીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ ગટર રસ્તા ક્યારે મળશે.
સંજેલી મામલતદાર ક્વાર્ટર આગળ વરસાદી પાણી ભરાવાનો કેટલાય વર્ષોનો પ્રશ્ર્ન યથાવત પોતાના જ નિવાસ્થાન આગળ ઢીસણ સમા પાણી છતાં પણ પાણીનો નિકાલ માટે કોઈપણ જાતનો તંત્રને પાણીનો નિકાલ અંગે કોઇ રસ નથી તેમ માંડલી રોડ પર જોવાઈ રહ્યું છે.
સંજેલી તાલુકા મથક હોવા છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. માંડલી તરફના મુખ્ય માર્ગ પર છ વર્ષ થી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોના મકાનમાં દુકાનોમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત થતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહિયા તેમ કોઈ નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે શહેરી વિકાસ યોજના અમલવારી કરી સીસી રોડ ગટર બનાવવા માટે કરોડો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે સંજેલી પંચાયતનો આડેધડ વહીવટને લઈને છેલ્લા પાંચ છ વર્ષ જેટલા ટાઈમ થી માંડલી રોડ પર મામલતદાર સ્ટાફ કોટર આગળ મુખ્ય માર્ગ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકોના મકાનમાં તેમજ દુકાનમાં પાણી ઘૂસી જતા હોય છે, અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન રાખવામાં આવી નથી રહ્યું.
ત્યારે સંજેલીમાં બનાવેલી ગટર યોગ્ય રીતે સાફ સફાઈ ન થતા અવારનવાર ગટરના ગટરના ગંદા અને દુર્ગંધ વાસ મારતા પાણી પણ રોડ પર વહેવા લાગે છે. જેના કારણે ભારે દુર્ગદ પણ ફેલાતી હોય છે તેમજ સંજેલી નગરમાં હજી તો કેટલાય વિસ્તારમાં ગટરનો અને રસ્તાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા વિકાસની વાતો માત્ર કાગળ પર જ કરવામાં આવી રહી છે, રહીશો દ્વારા વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર ગલ્લા તલ્લા સાંભળીને રહીશોમાં ભારે રોષ વરસાદી પાણીનો ભરાવો થતા વાહનો તેમજ સ્થાનિક ને પણ અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેચવાનો વારો આવ્યો છે.