સંજેલીમાં વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને માર્ગ ઉપર પસાર થતા દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય

  • સંજેલી બસ સ્ટેન્ડ નજીક મુખ્ય માર્ગ પર ગંદકીના ઢગલા થી વડાપ્રધાન સ્વચ્છ ભારતના ધજાગરા.
  • અગાઉ સમસ્યાને લઇ મામલતદાર TDO સહીત પંચાયતને રજૂઆત કરાઈ.
  • વહીવટી તંત્ર સામે અનેક સવાલો ચાંદીપુરા વાયરસ તેમજ મચ્છર જન્ય રોગોને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્ય ?

સંજેલી નગરમાં પાયાની સુવિધાના અભાવને લઇ અનેકવાર રજૂઆતો પર રજૂઆતોનો રાફડો છતાં તાલુકા વિકાસ અધિકારી પંચાયત પર કોઈ પણ જાતનું એક્શન લેવા નિષ્ફળ નિવડ્યું હોવાનું તેમજ જંગલ રાજ હોય તેમ અધિકારીઓ, સરપંચ, તલાટીને છાવરતા હોઈ તેવુ લાગી રહ્યું છે. સંજેલી તાલુકામાં લોકમુખે ચારે કોર ચર્ચા.

સંજેલી તાલુકામાં પ્રાથમિક સુવિધાના અભાવ ને લઇ રજૂઆતો પર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. શું વહીવટી તંત્ર ચાંદીપુરા વાયરસને આમંત્રણ આપતું હોય તેવું જોવાઈ રહીયુ છે. સંજેલી નગરમાં જ્યાં જુવે ત્યાં ગંદકીથી લદભદ દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ખુલ્લેઆમ ગંદકીના ઢગલા રોડ પર જોવા મળી રહ્યા છે. વડાપ્રધાનના સ્વસ્થ ભારતના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે.

સંજેલી માંડલી રોડ તેમજ નવા બસ સ્ટેન્ડની નજીક મુખ્ય માર્ગ પર જ ગ્રામ પંચાયતનો કચરો ઠાલવતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને માર્ગ ઉપર પસાર થતાં વિદ્યાર્થીએ પોતાનું મોં, નાક બંધ કરી પસાર થવા મજબૂર બન્યા. સંજેલી ખાતે આવેલી પ્રખ્યાત એવી ડોક્ટર શિલ્પન આર જોશીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળાએ આવવા જવા માટેનો આ મુખ્ય માર્ગ પર ગંદકી અને કીચડમાં પસાર થવું પડે છે.

બસ સ્ટેશન નજીક રોડ પર જ પંચાયત દ્વારા આખા ગામનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, તેમજ સંજેલી બજારમાં અને માંડલી રોડ પર તૂટેલા રસ્તાઓ અને ગંદકીથી શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી વિદ્યાર્થીઓને ગંદકીના સામ્રાજ્યમાંથી પસાર થવું પડે છે અને જો વાહન ચાલકો પૂર ઝડપે પસાર થાય તો શાળાના વિદ્યાર્થીઓના ડ્રેસો પણ ખરાબ થઈ જતા હોય છે. સાથે ગંદકીના ઢગલા રોડ પર જ ઠલાવતા કુતરાઓ અને ઠોરો રખડતા હોય છે.

એક સાઈટ માંથી વિદ્યાર્થીઓ તેમજ સામે મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં હાલ શ્રાવણ માસ હોવાથી ભક્તોનું પણ ઘોરાપુર ઉભરાય છે, પસાર થવું પણ મુશ્કિલ બની ગયું છે. શાળાના બાળકોને વિપરીત અસર પડી રહી છે આવી અનેક સમસ્યાને લઈ અગાઉ તાલુકામાં મામલતદાર સહિત પંચાયતને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કચરો રોડ પર ઠાલવી દેતા દુર્ગંધ માંથી પસાર થવા મજબૂર બનવું પડે છે.

સંજેલી નગરમાં છેલ્લા કેટલાય ટાઈમ થી ગંદકીનો સામ્રાજ્ય અને રોડ પર પડેલા ગટરના ખાડાઓને લઈ અનેક વાર અવારનવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની તસ્દી લેવામાં આવતી નથી. મામલતદાર ક્વોટર આગળ, બસ સ્ટેન્ડ પર ગંદકી અને વરસાદના પાણીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્વસ્થ ભારતના ધજાગરા ઉડી રહ્યા છે. વહીવટી તંત્ર સામે અનેક સવાલો ગંદકી દુર કરવામાં આવતી નથી? શું ચાંદીપુરા વાયરસને આમંત્રણ આપી રહ્યા છો ? સંજેલી નગરની પ્રજા ત્રસ્ત અને સરકારી બાબુઓ મસ્ત જેવો માહોલ સંજેલી નગરમાં સર્જાયો.

એક બાજુ ચાંદીપુરા વાયરસ તેમજ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ તે સેવાઈ રહી છે અને બીજી બાજુ આ ગંદકીનું સામ્રાજ્ય વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. આ રોડ પર પેટ્રોલ પંપ, પ્રખ્યાત હાઈસ્કુલ, ધાર્મિક સ્થળ આવેલું છે. તાત્કાલિક સ્થળની તપાસ કરી ગંદકી દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે.