સંજેલીમાં રહેતી પરણિતાને પતિ અને સાસરીયાએ ત્રાસ આપતાં દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી નગરમાં રહેતી એક લઘુમતિ કોમની25 વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં ન્યાયની ગુહાર સાથે પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.

ફતેપુરા નગરમાં હાલ પોતાના પિયરમાં રહેતી હિનાજબેન ઈશાકભાઈ મોડીયાના લગ્ન તા.04.04.2021ના રોજ સંજેલી નગરમાં માંડલી રોડ ખાતે રહેતાં યાશીન ઈદ્રીશ સાઠીયા સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. આ અગાઉ યાશીને અન્ય એક પરણિતાને તલાક આપ્યાં બાદ હિનાજબેન સાથે લગ્ન કર્યા હતા. ત્યારે લગ્નના એક વર્ષ સુધી હિનાજબેનને પતિ યાશીન તેમજ સાસરી પક્ષના ઈદ્રીશ ઈસ્માઈલ સાઠીયા, સાબેરા ઈદ્રીશ સાઠીયા અને મુનાફ ઈદ્રીશ સાઠીયા દ્વારા સારૂ રાખ્યા બાદ તમામનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર મેણા ટોણા મારી શારિરીક માનસીક ત્રાસ આપી પતિ યાશીનભાઈ દ્વારા મારે તને રાખવી નથી, તને ઘરનું કશુ કામ આવડતું નથી, તેમ કહી બેફામ ગાળો બોલી, શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં ત્યારે ઉપરોક્ત પરણિતા હિનાજબેનના શારિરીક પક્ષના લોકો ખોટી ખોટી ચઢામણી ઝઘડો, તકરાર કરતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા હિનાજબેન ઈશાકભાઈ મોડીયાએ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.