સંજેલી, સંજેલી ખાતે આવેલા પુષ્પસાગર તળાવમાં ગંદકીનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે. પંચાયત દ્વારા તળાવની સાફસફાઈ નિયમિત કરાતી ન હોઈ તળાવની ફરતે અને ધાટ ઉપર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
આ તળાવની પાળે ગામની મહિલાઓ કપડા ધોવા આવે છે. જેમને પણ ગંદકીના કારણે મુશ્કેલી પડી રહી છે. તળાવ પાસેના મુસ્લિમ સમાજના કબ્રસ્તાન તરફ જવાના એકમાત્ર રસ્તાની બંને બાજુ નગરનો કચરાનો નિકાલ કરાય છે. પરંતુ ત્યારબાદ તેનો કોઈ નિકાલ નહિ કરાતા આ વિસ્તારમાંથી પસાર થવુ પણ મુશ્કેલ બની ગયુ છે. આ તળાવનુ બ્યુટિફિકેશન કરવાની વાતો કરાતી હતી. જેમાં તળાવની સાફસફાઈ તેમજ નવા ધાટ બનાવવાનુ આયોજન હતુ. પરંતુ આજદિન સુધી તાલુકાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. અગાઉ પણ સંજેલીના ટીડીઓએ સરકારી દફતરે નોંધ કરી હતી પરંતુ તે પણ ધુળ ખાઈ રહી છે.