સંજેલી, સંજેલી વનવિભાગ દ્વારા બે માસ અગાઉ પટેલ સો-મીલમાંથી સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડયો હતો. જે અંગે કાર્યવાહી કરાતા વનવિભાગ દ્વારા રૂ.22 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સંજેલી ખાતે નાની સંજેલી રોડ પર આવેલ પટેલ સો-મીલમા બાતમીના આધારે અચાનક રેઈડ કરતા સંજેલીના આર.એફ.ઓ.માલીવાડની ટીમને અંગત સુત્રો દ્વારા મળેલ બાતમીના આધારે પટેલ સો-મીલ ખાતે તાજા કાપેલા સાગના લાકડાનો જથ્થો નજરે પડતા વન અધિકારી સંજેલીની ટીમ અચંબામાં પડી હતી. ત્યા સો-મીલ માલિક તેમજ 8/10 કારીગરો સ્થળ છોડી ભાગી ગયા હતા. સાગના જથ્થામાં જીએસટીની અને ફોરેસ્ટ પાસની ચોરી કરતા હતા કે કેમ ? તે એક પ્રશ્ર્ન છે. ત્યારે બે માસ જેટલો સમયગાળો લઈને સંજેલી વનવિભાગ દ્વારા આ લાકડા માલિકીની જમીનમાંથી કાપવામાં આવ્યા હતા. જેનો પાસ લેવામાં આવે છે પણ માલિક દ્વારા પાસ લીધો ન હોવાના કારણે ગેરકાયદેસર ગણવામાં આવે છે. જેથી કાયદાની જોગવાઈ મુજબ તપાસ કરવામાં આવી હતી. સંજેલી આરએફઓ દ્વારા 22 હજાર રૂપિયાનો દંડ સો-મીલના માલિકને ફટકારવામાં આવ્યો હતો. અને સો-મીલ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.