દાહોદ, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના બે ડુંગર વચ્ચે આવેલ ગામ કકરેલી અમલીયાર ફળિયામાં અંધારાનો લાભ લઈ ઠાળિયામાં બાંધેલ એક બકરાને દિપડાએ ફાડી ખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે. કકરેલી ગામ બે ડુંગર વચ્ચે આવેલ ગામ છે. પાંચ દિવસથી લાઈટથી વંચિત હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીઓ વેઠવી પડી રહી છે. બીજી બાજુ લાઈટ ન હોવાના કારણે અંધારાનો લાભ લઈ દિપડાએ બકરાને ફાડી ખાતા ભયનો માહોલ સર્જાયો છે.ધરના ઠાળિયામાં બાંધેલ બકરાને દિપડાએ મારણ કરતા સંજેલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સંજેલી તાલુકાના કકરેલી ગામના રાવત જયંતિભાઈ વિરસીંગભાઈના ધરે ઠાળિયામાં બાંધેલા એક બકરાનુ દિપડાએ મારણ કર્યુ હતુ. તેમજ પાંચ દિવસ પહેલા પવન સાથે વરસાદ વરસવાના કારણે થાંભલો પડી ગયો જેથી પાંચ દિવસથી લાઈટ ન આવતા તકનો લાભ ઉઠાવી દિપડાએ ઠાળિયામાં બાંધેલા બકરાને ટાર્ગેટ કર્યો હોવાનો ગ્રામજનોની ફરિયાદ ઉઠવા પામી છે. સંજેલીના કકરેલી અમલીયાર ફળિયામાં ઠાળિયામાં બાંધેલ એક બકરાને દિપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ધટનાની જાણ વનવિભાગને કરવામાં આવી સાથે આ દિપડાને પાંજરુ મુકી પકડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. તેમજ પાંચ દિવસથી જે લાઈટ બંધ છે તેને ઝડપથી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી અને લાગણી છે.