- સંજેલી તાલુકાના જસુણી જસુણી ગામે 21 વર્ષીય યુવકે ગળે ફાસો ખાઈ ટૂંકાવ્યું જીવન.
દાહોદ,બનાવ સંદર્ભે પરિવારને જાણ થતા પરિવારમાં શોકનું માતમ છવાયું છે. જેમાં સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે સંજેલી તાલુકાના જસુણી ગામે ઘર નજીક આવેલા ઢાળિયામાં વળી સાથે દોરડું બાંધી અને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી છે.
સંજેલી તાલુકાના જસુણી નિશાળ ફળિયામાં રહેતા 21 વર્ષીય મુકેશભાઈ સુરેશભાઈ ભેદીએ ઘર નજીક આવેલા ઢાળિયામાં વળી સાથે દોરડું બાંધી અને ગળે ટૂંપો દઈ જીવન લીલા સંકેલી લેતા જશુણી સહિત તાલુકામાં ચકચાર મચી જવા પામી. બનાવ સંદર્ભે પરિવારને જાણ થતા પરિવારમાં શોકનું માતમ છવાયું હતું. લાશને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બનાવ સંદર્ભે સંજેલી પોલીસ મથકે મહેન્દ્રભાઈ વિક્રમભાઈ ભેદીએ ફરિયાદ નોંધાવી હતી.