સંજેલી તાલુકા ની કુમાર શાળામાં વડાપ્રધાનના 71માં જન્મ દિવસ નિમિતે વૃક્ષો રોપણ કરી, નિબંધ સ્પર્ધા યોજીને વડાપ્રધાનનાં નામ વાળી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તારીખ 17 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ ભાજપના સંગઠન જિલ્લા મંત્રી ની અધ્યક્ષતા માં સંજેલી તાલુકાની કુમારશાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 71માં જન્મદિવસ નિમિત્તે 71 વૃક્ષો વાવી મોદી ના નામ વાળી કેક કાપવામાં આવી હતી અને બાળકો દ્રારા નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ભાજપાના જિલ્લા મંત્રી રુચિતા બેન દિલીપસિંહ રાજ ,કુમાર શાળા ના આચાર્ય તેમજ કન્યા શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો