સંજેલી,
હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈ નગરમાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું. સંજેલીમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે હળવો વરસાદ ખાબક્યો હતો. હવે વરસાદનું પણ અચાનક આગમન થઈ જાય છે. ત્યારે સંજેલી નગરમાં આજે વહેલી સવારે 10 વાગ્યેની આસપાસ હળવો વરસાદ ખાબકતા નગર ભરમાં ઠંડક ભર્યો માહોલ સર્જાયો હતો. ભરશિયાળે ચોમાસા જેવી ઋતુની અનુભૂતિ જોવા મળી હતી. સામાન્ય વરસાદ ખબકયા જાણે રોડની સેનિટાઈઝ કરીને જતો રહ્યો હોય તેવું લાગ્યું હતું. હળવો વરસાદ ખાબકતા નગરમાં ઠંડક સર્જાઈ હતી.