સંજેલીમાં ગોવિંદતળાઈ કબ્રસ્તાન જવાના રસ્તે સ્ટ્રીટલાઈટો ત્રણ માસથી બંધ

સંજેલી,સંજેલી નગરમાં કબ્રસ્તાન, ગોવિંદ તળાઈ, ઢાળા તરફ જતો રસ્તા પરની સ્ટ્રીટલાઈટો છેલ્લા 3 મહિનાથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને મુસ્લિમ બિરાદરોને મરણ પ્રસંગે દફનવિધિ માટે રાત્રિ દરમિયાન આ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે. કબ્રસ્તાન સુધી સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. ગંદકીના કારણે ભયાનક દુર્ગંધની પણ ફરિયાદો ઉઠવા પામી છે. પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી અનેકવાર રજુઆતો કરવા છતાં યોગ્ય સુનાવણી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કબ્રસ્તાનથી થાળા, ગોવિંદતળાઈ તરફ જતો હોવાથી અવર જવર માટે વપરાશમાં લેવાતો હોવાથી સ્થાનિક લોકો માટે પણ આ સમસ્યા સરદર્દ બની છે. પુષ્પ સાગર તળાવ પાસે જ સ્ટ્રીટલાઈટો બંધ હોવાથી દર્શનાર્થે આવતા ભકતો માટે હાલાકી સમાન બની છે.