
- સંજેલી મામલતદાર સહિત અધિકારીઓ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરાતા વેપારીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો
- સંજેલીમાં વહીવટી તંત્રએ લાલ આંખ કરી 2 વેપારીઓ જાહેરનામાનો ભંગ કરતા દુકાનો સિલ કરાઈ
- સંજેલી સેવા સદન ખાતે વેપારીઓને મિટિંગમાં વોર્નિંગ આપવામાં આવી હતી નિયમ ભંગ તો સમજો દંડનીય કામગીરી
- કોરોનાના પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે તેને નાથવા માટે વહીવટી તંત્ર અગ્રેસર બન્યું છે ત્યારે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વિવિધ સૂચનો આપી, માર્ગદર્શન,આપી રહ્યા છે.
સંજેલી તાલુકા સેવાસદનમાં મામલતદાર,પોસઇ,ના સંયુક્ત ઉપક્રમે વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં વેપાર-ધંધા ચાલુ રાખવા માટે સમય નિર્ધારિત કરવામાં આવ્યા હતા જેમાં સર્વાનુમતે મંજુર કરી ધંધા-રોજગાર ચાલુ રાખવામાં સમય સહિત શનિ,અને રવિ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન ના નિર્ણયને ગ્રાહ્ય રાખવામાં આવ્યો હતો તેમજ તેની સામે નિયમનો ભંગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જેમાં ગતરોજ સંજેલીમાં બે દુકાનો નિર્ધારિત સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં ચોરી ચુપકી થી દુકાન ખોલીને વેપાર-ધંધો કરતા જાહેરનામાનો ભંગ બદલ સંજેલી ના નાયબ મામલતદાર સુજલ ચૌધરી સહિત સ્ટાફ દ્વારા શિક્ષાત્મક કામગીરીના ભાગરૂપે 2 વેપારીઓએ સામે જાહેરનામાનો ભંગ બદલ દુકાનો સિલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તંત્રની શિક્ષાત્મક કામગીરીથી વેપારી આલમમાં હાહાકાર મચી જવા પામ્યો હતો
રિપોર્ટર : ફરહાન પટેલ સંજેલી