
સંજેલી,સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં વનબંધુ કલ્યાણ યોજના ન્યુ ગુજરાત પટ્રન હેઠળ ટ્રાયબલ સબ પ્લાન દાહોદના સહયોગથી સને 2022-23 અમલીકરણ અધિકારી આચાર્ય આઇ. ટી.આઇ દાહોદ અને ઉન્નતિ લોકસેવા ચેરીટેબલ ટ્રસ્ટ કેવડીયા કોલોની સંચાલિત દાહોદ જીલ્લાના સંજેલી તાલુકામાં મહિલા બ્યુટી પાર્લર તાલીમ વર્ગનું ઉદ્ઘઘાટન સંજેલી તાલુકામાં આવેલ શ્રધ્ધા વિદ્યાલયના આચાર્ય અને ન્યુ પાર્થ એકલવ્ય-નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો. જેમાં આજુબાજુના ગામોમાંથી બ્યુટી પાર્લર તાલીમ મેળવનાર બહેનો ઉપસ્થિત રહી હતી અને આજના યુગમાં બ્યુટી પાર્લર વિશેની સમજ આપવામાં આવી હતી.