સંજેલીમાં 2017માં શરૂ થયેલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં નવા ઓરડાઓ નહિ બનતા બાળકોને ભણવામાં મુશ્કેલી

સંજેલી,
સંજેલી કુમાર શાળા ખાતે ગુજરાત સરકાર દ્વારા 2017ની સાલમાં ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ચાલુ કરવામાં આવી હતી ત્યારે ધો-1 થી શરૂઆત કરવામાં આવી હતી. તેને પાંચ વર્ષ જેટલો સમયગાળો વિતી ગયો હોવા છતાં પણ નવીન ઓરડા આપવામાં આવ્યા નથી. હાલમાં 107 જેટલી સંખ્યા છે. આ બાળકોને બેસવા માટે તાલુકા કુમાર શાળા તેમજ ક્ધયા શાળામાંથી બે-બે ઓરડા ફાળવવામાં આવ્યા છે. ત્યાં પણ બાળકોને ભણવામાં મુશ્કેલી છે. આમ જોવા જઈએ તો દાહોદ જિલ્લામાં ગરબાડા, સંજેલી, લીમખેડા અને ધાનપુર એમ જિલ્લામાં ચાર જેટલી ઈંગ્લીશ મીડીયમ સરકારી શાળા ફાળવવામાં આવી છે. બધી જ શાળામાં ઓરડા બનાવવામાં આવ્યા નથી.