દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી નગરના ગુરૂ ગોવિંદ ચોક ખાતે દિપ પ્રગટાવીને પૂજા અર્ચના કરીને આદિવાસી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.
ભારત ભૂમિના મૂળ નિવાસી એટલે આદિવાસી, આદિકાળથી આ ભૂમિ પર વસનારા અને પ્રકૃતિ પૂજક ગણાતા આદિવાસી પરિવારની સ્થાપના દિવસની 8 વર્ષ પૂર્ણ થતાં સંજેલી ગુરૂ ગોવિંદ ચોક ખાતે આદિવાસી પરિવારના સભ્યો ઉપસ્થિત રહીને આદિવાસી સમાજના ગુરૂ – ભગવાન મનાતા ગુરૂ ગોવિંદ મહરાજને શત શત પ્રણામ કર્યા હતા અને જય ગુરૂ માલિક સાથે દિપ પ્રગટાવીને પૂજા અર્ચના કરીને ભીલ પ્રદેશની માંગ આજે ગુંજી રહી છે. ત્યારે સાર્થક કરવાની પ્રેરણા લઈને આદિવાંસી પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી પરિવાર દ્વારા પ્રકૃતિ પૂજક હોવાથી પ્રકૃતિના જતન પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજ સંગઠિત રહે હળીમળીને રહે એકબીજાની મદદની ભાવના કેળવાય એવી આદિવાસી પરિવારની નેમ છે. ત્યારે આદિવાસી પરિવારની 8 વર્ષ પૂર્ણ થતાં જ આદિવાસી પરિવાર સંજેલી દ્વારા ભીલ પ્રદેશની માંગ સાથે ગુરૂ ગોવિંદ મહારાજની પૂજા-અર્ચના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને આદિવાસી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.