સંજેલી જુસ્સા ધાટી પર ડમ્પર સામે આવી જતાં સંજેલીથી ભુજ જતી બસ ખાઈમાં ખાબકતા બચી

સંજેલી, સંજેલીથી ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર જુસ્સા ધાટીમાં ઉતાર-ચઢાવવાળા સીંગલપટ્ટી માર્ગ પરના બ્રિજ પર ડમ્પર આવી જતાં એસ.ટી.બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ચાલકે કાબુ કરી લેતા તે ઉંડી ખાઈમાં ખાબકતા બચી હતી. આ ધટનાને પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ચાલકની સમય સુચકતાને પગલે મોટો અકસ્માત ટળી ગયો હતો.

ભુજથી વહેેલી સવારે સંજેલી આવી રહેલી એસ.ટી.બસમાં 21 મુસાફરો સવાર હતા. ત્યારે સંજેલીથી 7 કિ.મી.દુર સાંકડા નાળા પર અચાનક ટર્નિંગમાં ડમ્પર આવી જતાં બસ ચાલકે રોડની સાઈડમાં બસ ઉતારી દીધી હતી અને ડાઈવર સાઈડનુ પાછળનુ ટાયર અઘ્ધર થઈ જતાં બસ ઉંડી ખાઈમાં ખાબકે તે પહેલા જ ઉભી થઈ જતાં મુસાફરોમાં અકસ્માત સર્જાયો હોય તેમ બસ અચાનક જ બ્રેક લાગી અને ઉભી કરી દેતા બુમાબુમ થવા લાગી હતી. સંજેલીથી ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સીંગલપટ્ટી રસ્તાના કારણે તેમજ ઢાળઢોળાવ વાળા રસ્તા પર નાળુ સાંકડુ હોવાના કારણે આ ધટના બની હતી. આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો તથા સ્થાનિક લોકો દ્વારા રજુઆતો કરવામાં આવી છે તેમ છતાં આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.