સંજેલી, સંજેલી તાલુકાના જસુણીથી સંતરામપુરને જોડતા માર્ગ ઉપર મોટુ ગાબડું પડતા અહિં માર્ગ અકસ્માતનો ભય સર્જાયો છે. અકસ્માતનો ભોગ બને તે પહેલા માર્ગનુ ગાબડું પુરીને વ્યવસ્થિત કરાય તેવી માંગ ઉઠવા પામી છે.
સંજેલી તાલુકાના માંડલી જુસ્સા, જસુણી થઇ સંતરામપુરને જોડતા માર્ગ પર જસુણી પંચાયત આગળ બંને સાઈડ રોડ પર જ ગાબડું પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય ફેલાઈ રહ્યો છે. મુખ્ય માર્ગ હોવાથી ટુ-વ્હિલરથી લઈ ફોર વ્હિલર સુધીના વાહનો પસાર થાય છે. પરંતુ આ માર્ગ પર રોડની બંને સાઈડમાં એક હાથ જેટલા લાંબા પહોળા ગાબડા પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સાથે ગ્રામ પંચાયત આગળ મુખ્ય માર્ગને કારણે કોઈ હોનારત સર્જાય તે પહેલા વહીવટી તંત્ર દ્વારા રસ્તાની મરામત કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.