સંજેલી પંચાયતનો વહીવટ છેલ્લા ત્રણ જેટલા વર્ષથી ગામના સરપંચ મનાભાઈ ચારેલ દ્વારા કરવામાં આવે છે. ત્યારે પંચાયતના સભ્યો પણ પોતાના નાણાં પંચના કામોમાંથી ઉંચા નથી આવતા. વિરોધ કરે પણ જો સરપંચ દ્વારા વિરોધ કરનાર સભ્યને લાખ કે બે લાખના કામો લખી આપવામાં આવે તો વિરોધ કરવાનુ બંધ થાય છે. ત્યારે સંજેલી તાલુકા પંચાયત દ્વારા તાલુકા કક્ષાની ગ્રાન્ટ 2020/21માંથી નગરમાંથી કચરો ઉઘરાવવા માટે વાહન આપવામાં આવ્યુ હતુ. ત્યારે સરપંચ દ્વારા આ વાહનનને તેમના ધરથી થોડા અંતરે આવેલ એક મકાન પાસે બંધ હાલતમાં મુકી દેવામાં આવેલ છે. આ બંધ હાલતમાં ગાડી પણ જાણે વર્ષો જુની હોય તેમાં જણાઈ આવે છે. અને તેનુ એક ટાયર પણ નથી. આમ સંજેલી તાલુકા પંચાયત દ્વારા લાખોના ખર્ચે આપેલ વાહન પંચાયત તંત્રની નિષ્કાળજીના કારણે બંધ હાલતમાં જોવાઈ આવે છે.