- સંજેલી નગરમાં કોન્ટ્રાક્ટર દ્વારા મંથરગતિએ ચાલી રહેલી રસ્તાની કામગીરી.
- ડાયવર્ઝન વિના જ રસ્તાની કામગીરી ચાલુ કરતા અનેક વાહનો ફસાયા.
- રસ્તાની કામગીરી દરમિયાન ધૂળ ની ડામરીયો ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી.
સંજેલી,સંજેલી મામલતદાર કચેરી મુખ્ય રોડ બજારની રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો તોડી પાડી અને આડેધડ રસ્તા પર કપચીના ઢગલા કરી દેવામાં આવ્યા છે અને વાહન ચાલકો તેમજ રાહદારી માટે ડ્રાઇવરજનનો રસ્તો ન અપાતા વાહન ચાલકો ઢગલામાં અટવાઈ રહ્યા તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા મંથર ગતિએ ચાલી રહેલી રસ્તાની કામગીરી ઝડપી શરૂ કરવામાં આવે અને વાહન ચાલકો માટે ડ્રાઇવરજન તેમજ ધૂળની ડામરીઓ ન ઉડે તે માટે પાણીનો છટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.