સંજેલી કોર્ટમાં મારામારીના કેસમાં બે આરોપીઓને છ માસની સજા

સંજેલી, સંજેલી તાલુકાના થાળા સંજેલી ગામમાં બે વર્ષ પુર્વે યુવકની બાઈકની સામે સરપંચ અને તેના સાથી મિત્રની ફોર વ્હિલ ગાડી સામે આવી જતા બાઈક સાથે પડી જતાં પુછપરછ કરવા ગયેલા યુવક પર હુમલો કરતા બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ સંજેલી કોર્ટમાં ચાલી જતાં સંજેલી કોર્ટે સરપંચ અને તેના મિત્રને છ માસની સજા ફટકારી હતી.

સંજેલી તાલુકાના થાળા સંજેલી ગામના સરપંચ ભુરાભાઈ તીતાભાઈ તાવિયાડ અને નિલેશભાઈ રૂપાભાઈ તાવિયાડ વર્ષ-2021માં પોતાની ફોર વ્હિલ ગાડી લઈ રામદેવ મંદિર આગળથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ગામમાં રહેતા મુકેશ સબુર તાવિયાડ પોતાની બાઈક સામે કાર સ્પીડમાં આવી જતાં તેઓ રોડ પર બાઈક સાથે ધડાકાભેર અથડાયા હતા. ચાલક મુકેશભાઈને એકદમ ઉશ્કેરાઈ ગયેલા નિલેશભાઈ તાવિયાડ અને સરપંચ ભુરાભાઈ તાવિયાડ નીચે ઉતરી ગાળા ગાળી કરી અને મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે મુકેશભાઈ તાવિયાડે સંજેલી પોલીસ મથકે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાબતનો કેસ સંજેલી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.બી.તડવીની ધારદાર દલીલો અને પુરાવાના આધારે સંજેલી કોર્ટના જજે 6 માસની સજા અને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.