સંજેલી સીએચસી ખાતે એકસ-રે વાન દ્વારા ટીબીના દર્દીઓના એકસ-રે કરવામાં આવ્યા

દાહોદ, આજરોજ દાહોદ જીલ્લાના સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત તથા જીલ્લા ક્ષય અઘિકારી ડો. આર.ડી.પહાડિયાના માર્ગદર્શન અન્વયે વડોદરા દિપક ફાઉન્ડેશન દવારા એક્ષરે વાન સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રિઝમટીવ ટીબીના લાભાર્થીઓના એક્ષરે કરવામાં આવ્યા. સાથે સાથે ડાયાબિટીસ બીપી અને એચબીની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પની અંદર કુલ 102 લાભાર્થીઓએ લાભ લીધો હતો. આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું.