સંજેલી,
સંજેલી તાલુકાના ચમારિયા ડુંગર નજીક આવેલા ખેતરમાંથી ગામના જ બે વ્યકિતઓ જંગલમાં રહેતી શાહુડીનો શિકાર કર્યો હતો. શાહુડીની મિજબાની કરતા સંજેલી આર.એફ.ઓ.ની ટીમે રંગે હાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી.
સંજેલી તાલુકો જંગલ અને ડુંગર વિસ્તાર ધરાવતો તાલુકો છે. સંજેલી તાલુકાનુ પ્રખ્યાત એવા ચમારિયા ખાતે આવેલા સાસુ-વહુના ડુંગર નજીક આવેલા એક મકાઈના ખેતરમાં ચમારિયા ગામના બારીયા ફળિયામાં રહેતા ચંદ્રસિંહભાઈ બારીયા તેમજ પ્રતાપભાઈ બારીયાએ એકબીજાની મદદગરી કરી અને જંગલ નજીક મકાનની પાછળ આવેલા મકાઈના ખેતરમાંથી રાત્રિના સમયે શાહુડીનો શિકાર કર્યો હતો. શાહુડીનુ મટન બનાવીએ તેનો મિજબાની માણી રહ્યા હોવાની બાતમી સંજેલી વન વિભાગના આર.એફ.ઓ.એસ.એસ.માલીવાડને મળી હતી. જેથી તેઓ સ્ટાફ સાથે ચમારિયા ખાતે દોડી ગયા હતા. અને ચંદ્રસિંહ અને પ્રતાપને મિજબાની કરતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેને સંજેલી વનવિભાગ ખાતે લાવી વનવિભાગના ધારા હેઠળ દંડ વસુલ કરી ગુનો નોંધી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.