સંજેલી બસ સ્ટેન્ડ પાસેથી નવજાત બાળક મળી આવતાં ચકચાર

દાહોદ,દાહોદ જીલ્લાના સંજલી નગરમાં બસ સ્ટેન્ડની પાસેથી એક નવજાત બાળક મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે નવજાત બાળકનો કબજો લઈ નજીકના દવાખાને સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

સંજેલી નગરના બસ સ્ટેન્ડની બાજુમાં આજરોજ એક નવજાત બાળક કપડાની થેલીમાંથી મળી આવ્યું હતું. બસ સ્ટેન્ડ તરફથી આવતાં જતાં લોકોને આ અંગેની જાણ થતાં સ્થાનીક પોલીસનો સંપર્ક કરતાં સ્થાનીક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. નવજાત બાળકનો કબજો લઈ બાળકને નજીકના દવાખાને સારવાર માટે મોકલી આપ્યું હતું. ત્યારે આ બાળકને કોઈ તરછોડી ગયું હશે ? જેવા અનેક સવાલો લોકોમાં ઉદ્ભવવા પામ્યાં હતાં. આ સંબંધે સંજેલી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.