સંજેલી ભાણપુરમાં ગોૈચર જમીન બાબતે તકરારમાં ધરમાં તોડફોડ

સંજેલી, સંજેલી તાલુકાના ભાણપુર સહિત તાલુકાઓમાં આવેલી ગોૈચરની જમીનો ખુલ્લી કરવા માટે વારંવાર જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા તાલુકા અને મુખ્યમંત્રી તેમજ હાઈકોર્ટ સુધી રજુઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા ગોૈચરની જમીન ખુલ્લી કરવા નિષ્ફળ નીવડી છે.

ભાણપુર ગ્રામ પંચાયતમાં આવેલી સર્વે નંબર 1 વાળી ગોૈચરની જમીન પર કુટુંબી ભાઈઓ દ્વારા ગેરકાયદે દબાણ કરી લેતા દબાણ ખુલ્લુ કરવા માટે પરમાર રમેશભાઈ ચુનીયાભાઈ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. જેને લઈ 12 માર્ચના રોજ તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં ગોૈચરની જમીનની માપણી કરવામાં આવી હતી. જે બાદ દબાણકર્તાઓ દ્વારા એકદમ ઉશ્કેરાઈ જઈ અને તા.25મીના રોજ અરજદારોના ધરે પહોંચી ગયા હતા. અને જયાં મકાનને તોડફોડ કરતા 100 નંબર પર બનાવ સંદર્ભે જાણ કરી હતી. જે બાદ સંજેલી પોલીસની ટીમ ધટના સ્થળે પહોંચી અને કોલ કરનાર તેમજ તેના ભાઈને પોલીસ મથકે લાવી જામીન પર મુકત કર્યા હતા. પંચાયત તંત્ર દ્વારા ગોૈચરની જમીન માત્ર માપણી કરાવી અને સંતો વાની હોય તેમ તેનો કબ્જો મેળવવામાં આવ્યો નથી. સરકાર દ્વારા વારંવાર ગોૈચરની જમીન ખુલ્લી કરવા માટે તાલુકા અધિકારીને સુચનાઓ આપવામાં આવે છે. અને દર મહિને તેનો રિપોર્ટ રજુ કરવાનો હોય છે તેમ છતાં પણ સંજેલી તાલુકાની ગોૈચરની જમીનો પરના દબાણો ખુલ્લા કરવામાં પંચાયત તંત્ર અને તાલુકા અધિકારી નિષ્ફળ નીવડેલ હોય તેમ જાગૃત લોકો દ્વારા કરેલ રજુઆતોને પણ ઘ્યાને લેવામાં આવતુ નથી.