સંજેલી બેંક ઓફ બરોડામાં શોર્ટ સર્કિટને કારણે ચાર દિવસ કામ બંધ રહેતા ગ્રાહકો અટવાયા

સંજેલી,સંજેલી બેંક ઓફ બરોડામાં છેલ્લા ચાર દિવસથી કોમ્પ્યુટર યુપીએસ સિસ્ટમમાં શોર્ટ સર્કિટના કારણે લેવડ દેવડની કામગીરી ઠપ્પ થતાં ખાતેદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેથી વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી ખાતેદારોની માંગ ઉઠવા પામી છે.

સંજેલી તાલુકા મથકે માત્ર એક જ નેશનલ લાઈસ બેંક ઓફ બરોડા આવેલી છે. જેમાં લગભગ તાલુકાના 56 ગામોના ખાતેદારો ખાતા ધરાવે છે. ત્યારે આ બેંકમાં હાલ ઓનલાઈન સિસ્ટમ જેવી કે, કોમ્પ્યુટર, યુપીએસ સિસ્ટમમાં કોઈ અગમ્યર કારણોસર શોર્ટસર્કિટ થતાં છેલ્લા ચાર દિવસથી બેંકમાં લેવડ દેવડ સહિતના તમામ કામકાજો ઠપ્પ થતાં હાલ ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક તરફ બેંકની રકમ જમા હોવા છતાં પણ ઉપાડ થતો નથી અને બેંકમાં લેવડ દેવડ પણ થતી નથી. તેમજ અન્ય કામો પણ બેંકમાં થતાં નથીે જેથી આ ચાર દિવસમાં બેંકના આ સર્વર ઠપ્પ થવાને કારણે ખાતેદારો સહિત બેંકના કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ બાબતે બેંકના મેનેજર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, બેંકમાં કોઈ કારણોસર ખામી સર્જાઈ છે. અને આ બાબતે ઉપલી કક્ષાએ જાણ કરી દેવામાં આવી છે જેથી ઝડપથી કામગીરી શરૂ કરી દેવામાં આવશે.શ