સંજેલી APMC માર્કેટિંગયાર્ડમાં બિનહિસાબી અનાજની તપાસ કરવા આવેલા નાયબ મામલતદારની તપાસ

સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે એપીએમસી માર્કેટિંગયાર્ડમાં ત્રણ વેપારીઓની પેઢીમાં તેઓના ગોડાઉનમાં 1000થી વધુ બિન હિસાબી ઘઉંના કટ્ટા તેમજ 500થી વધુ બિનહિસાબી ચોખાના કટ્ટા હોવા અંગે જાગૃત નાગરિક દ્વારા દાહોદ જીલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી હતી. જીલ્લા પુરવઠા અધિકારીને જાણ કરાતા તરત જ જીલ્લા પુરવઠા અધિકારીએ આ બાબતની ચકાસણી કરવા માટે ની તજવીજ હાથ ધરી હતી અને આ બાબતની તપાસ કરવા માટે સંજેલી એપીએમસી માર્કેટિંગયાર્ડ ખાતે રેડ કરવા અધિકારીને આદેશ કરવામાં આવ્યો હતો.

  • જીલ્લા પુરવઠા અધિકારીને અંધારામાં રાખીને મોટો વહીવટ કરાયો હોવાની ચારે કોર ચર્ચા.
  • ડેપ્યુટી મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની સંજેલી APMC મા તપાસ કરતાં વેપારીયો મા ફફડાટ
  • એપીએમસી ખાતે સીસીટીવીમાં તેમજ આજુબાજુના સીસીટીવી માં ચેક કરવામાં આવે તો બહાર લિંક મળી શકે?

ત્યારે લગભગ સાંજના પાંચ વાગ્યાના અરસામાં ડેપ્યુટી મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ લખેલું બોર્ડ વાળી GJ-20-CA-3832 નંબરની ટાટા કંપનીની કારમાં એક અધિકારી સંજેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા અને બાતમી વાળા ત્રણ વેપારીઓ માંથી માત્ર એક વેપારીની પેઢી ખાતે ગયા હતા અને ત્યાં તપાસનું નાટક કરીને તપાસ કરતા હોય તેવો ડોળ કર્યો હતો અને પેઢીમાં કે ગોડાઉનમાં કોઈપણ જાતની તપાસ કર્યા વગર આ અધિકારી સંજેલી એપીએમસી માંથી રવાના થઈ ગયા હતા. ત્યારે આ બાબતે આ નાયબ મામલતદાર કક્ષાના અધિકારી દ્વારા સંજેલી એપીએમસીના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પાસેથી દાહોદ જીલ્લા પુરવઠા અધિકારીને અંધારામાં રાખીને મોટો વહીવટ કર્યો હોવાની સંજેલી તાલુકામાં ચર્ચાઓ ઉઠવા પામી છે. ત્યારે આ બાબતે દાહોદ જીલ્લા પુરવઠા અધિકારી જાતે જ સંજેલી એપીએમસી ખાતે આવીને સંજેલી એપીએમસી માર્કેટિંગયાર્ડના સીસીટીવી કેમેરા તપાસ કરીને આ અધિકારી દ્વારા કરવામાં આવેલી કામગીરી જોઈને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે. અહીં ઉલ્લેખનીય બાબત છે કે, સંજેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે જે વેપારીઓને ત્યાં રેડ કરવા અધિકારી આવવાના હતા તે બાબતની આ ત્રણેય વેપારીઓને કલાક પહેલા જાણ થઈ ગઈ હતી અને આ વેપારીઓ આખા માર્કેટિંગયાર્ડમાં અમારી દુકાનમાં તપાસ આવવાની છે, કોઈએ અમારા વિશે દાહોદ જીલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી છે. જેથી અમારે ત્યાં રેડ પડવાની છે અને અમે બધું ગોઠવણ કરી દીધી છે અમારે ો સાથે સાથ ગાંઠ છે અમે બધે પહોંચી વળીશુ તેવી વાતો પણ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જીલ્લા પુરવઠા અધિકારીને ખાનગી રહે અપાયેલી બાતમીને તપાસ કરનાર અધિકારીઓએ જ વેપારીઓને આપી હોવાનું ઠેર ઠેર ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ તમામ બાબતની જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને આ બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તેમજ સંજેલી એપીએમસી ખાતે બિનહિસાબી જથ્થો રાખનાર વેપારીઓની પેઢીઓ તેમજ ગોડાઉનની તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

જોકે, રેડ પડવાની માહિતી લિક થઈ ગઈ હોવાથી સંજેલી એપીએમસી માર્કેટિંગયાર્ડ ખાતે બિનહિસાબી અનાજનો જથ્થો રાખનાર વેપારીઓએ પોતાના આવા બિનહીસાબી અનાજના જથ્થાને રાતોરાત સગેવગે કરી દીધો હોવાનું પણ બની શકે છે. જે બાબત સંજેલી એપીએમસી ખાતે સીસીટીવીમાં તેમજ આજુબાજુના સીસીટીવીમાં ચેક કરીને આવા બિન હિસાબી અનાજના જથ્થાને સગે વગે કરવાની હિલચાલ કરવામાં આવી હોય તો તે જાણી શકાય તેમ છે.ત્યારે આ સમગ્ર બાબતે દાહોદ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આવા ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર અધિકારી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.