
સંજેલી,
આગામી ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે. ત્યારે સંજેલી ખાતે આપના સંભવિત ઉમેદવારે પોતાના નિવાસ સ્થાને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપના પ્રદેશ પ્રવકતા જયેશ સંગાડા અને સંભવિત ઉમેદવાર પીનેશ ચારેલે હાજરી આપી હતી. સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં આપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત ગ્રામજનો જોડાયા હતા.