સંંજેલીમાં 2021ની સાલમાં જવેલર્સ દુકાનમાંં 5,25,543/-રૂપીયા બાકીમાંં લઈ આવેલ ચેક બાઉન્સના કેશમાં આરોપી 1 વર્ષની કેદની સજા

દાહોદ,દાહોદ જીલ્લાના સંજેલી નગરમાં વર્ષ 2022ની સાલમાં ગામના એક જ્વેલર્સની દુકાન માંથી એક વ્યક્તિએ લગ્ન પ્રસંગ માટે સોનાના દાગીનાની જરૂર હોય જ્વેલર્સની દુકાનેથી રૂા.5,25,543 રૂપીયાના સોનાના દાગીનાની ખરીદી કરી હતી અને નાણાં બાકી રાખ્યાં હતા. ત્યારે અવાર નવાર નાણાંની માંગણી કરતાં જ્વેલર્સને વ્યક્તિએ પોતાના બેન્ક ખાતાનો ઉપરોક્ત બાકી નાણાંનો ચેક આપતાં આ ચેક વેપારીએ પોતાના બેન્ક ખાતમાં નાંખતા ચેક બાઉન્સ થયો હતો જેને પગલે વેપારીએ કોર્ટમાં ફરિયાદ કરતાં ગતરોજ આ કેસનો ચુકાદો આવતાં સંજેલીના મહે. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસની કોર્ટના જજ દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ જેટલુ વળતર ચુકવવા આદેશ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

વર્ષ 2022ની સાલમાં સંજેલીના ઝરોરલ, વાંસીયા ગામે રહેતાં રામસીંગભાઈ મતભાઈ ડીંડોરના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય સંજેલી ગામમાં રહેતાં અને સોના-ચાંદીનો વેપાર કરતાં અને સંજેલી નગરમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં વસંતકુમાર પ્રકાશચંદ્ર જૈનની દુકાને રામસીંગભાઈ ગયાં હતાં અને જ્યાંથી રૂા.4,25,573ની કિંમતના સોનાના દાગીનાની ખરીદી કરી હતી. આ નાણાંની ચુકવણી માટે સમયમર્યાદા માંગી હતી, પરંતુ સમયમર્યાદા વીતી ગયા બાદ પણ રામસીંગભાઈએ વસંતકુમારને નાણાં ન ચુકવતાં અવાર નવાર વસંતકુમાર રામસીંગભાઈ પાસે નાણાંની માંગણી કરતાં ગત તા.06.06.2022ના રોજનો વસંતકુમારના નામનો રામસીંગભાઈએ પોતાના બેન્ક ખાતાનો ચેક લખી આપ્યો હતો. ત્યારે નિયત તારીખ પ્રમાણે વસંતકુમારે પોતાની બેન્કમાં કેચ નાંખતાં રામસીંગભાઈના બેન્ક ખાતામાં નાણાં અભાવે ચેક રિટર્ન થયો હતો. આ બાદ વસંતકુમાર દ્વારા કોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસ સંજેલીના મહે. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં ગતરોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો. જેમાં આરોપી રામસીંગભાઈ મતાભાઈ ડીંડોરને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ જેટલુ વળતર ચુકવવા તેમજ આરોપી રામસીંગભાઈ વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ 03 માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.