સંજય સિંહની ધરપકડ પાછળ દિલ્હીના મોટા ઉદ્યોગપતિ અને રાધા ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર દિનેશ અરોડાની ભૂમિકા

આ ધરપકડ પાછળ દિલ્લીના મોટા ઉદ્યોગપતિ અને રાધા ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર દિનેશ અરોડાની ભૂમિકાને મોટી ગણવામાં આવે છે. આ ઉદ્યોગપતિ મનીષ સિસોદિયાની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે. મળતી માહિતિ પ્રમાણે દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસી તૈયાર થઈ રહી હતી ત્યારે તે સમયે દિનેશ અરોડા મનિષ સિસોદિયા સાથે સંપર્ક ધરાવતા હતા.

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ લાગે છે કે કેજરીવાલ સરકાર માટે ગળાની ફાંસ બનતુ જઈ રહ્યું છે. સરકારના કદાવાર નેતાઓ એક બાદ એક EDની પકડમાં આવી રહ્યા છે. મનીષ સિસોદિયા બાદ હવે રાજ્યસભા સાંસદ સંજય સિંહની ફરતે આ લિકર સ્કેમનો ગાળિયો કસાયો છે. 10 કલાક જેટલી મેરેથોન પૂછપરછ બાદ બુધવારે સાંજે સંજયસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી.

જણાવવું રહ્યું કે આ ધરપકડ પાછળ દિલ્લીના મોટા ઉદ્યોગપતિ અને રાધા ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર દિનેશ અરોડાની ભૂમિકાને મોટી ગણવામાં આવે છે. આ ઉદ્યોગપતિ મનીષ સિસોદિયાની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે. મળતી માહિતિ પ્રમાણે દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસી તૈયાર થઈ રહી હતી ત્યારે તે સમયે દિનેશ અરોડા મનિષ સિસોદિયા સાથે સંપર્ક ધરાવતા હતા. તપાસમાં એ બહાર આવ્યું હતું કે ઈન્ડોસ્પિરિટના ડિરેક્ટર સમીર મહેન્દ્રુએ દિનેશ અરોરાની કંપનીમાં એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

દિનેશ અરોડાએ આપેલા નિવેદનને આધાર બનાવીને સંજયસિંહની ધરપકડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. દિનેશના નિવેદનના આધારે EDની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ પણ સામે આવ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ સૌ પ્રથમ સંજય સિંહને મળ્યા હતા. તે તેમને એક રેસ્ટોરન્ટ, અનપ્લગ્ડ કોર્ટયાર્ડમાં આયોજિત પાર્ટી દરમિયાન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યા અને સંજય સિંહની વિનંતી પર ઘણા રેસ્ટોરન્ટ-બાર માલિકો સાથે વાત કરી અને 82 લાખ રૂપિયા ભેગા કર્યા.

વિવિધ હોટલ ધારકો અને બાર સંચાલકો પાસેથી ઉઘરાવવામાં આવેલા નાણાનો ઉપયોગ પણ વિધાનસભાની ચૂંટણીમાંજ કરવામાં આવનાર હતો. આ સિવાય સાર્થક ફ્લેક્સ નામની રિટેલ કંપનીના માલિક અને દિનેશ અરોડાની મધ્યસ્થી વચ્ચે મનિષ સિસોદીયા અને સંજય સિંહે સરકારમાં મધ્યસ્થી કરાવીને ફાઈલને એક્સાઈઝ વિભાગમાં પેન્ડીંગ કરાવીને મામલાને થાળે પાડ્યો હતો.

દિનેશ અરોડાનું નામ દિલ્હીની રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં મોટું છે. તેમણે ગયા નવેમ્બર મહિનામાંજ સરકારી સાક્ષી બનવા માટે અને કેસ સંદર્ભની તમામ વિગતો જણાવવા માટે દિલ્હી કોર્ટમાં અરજી કરી હતી. નિવેદનમા જણાવ્યા પ્રમાણે તેમણે મનિષ સિસોદિયા સાથે પાંચ થી 6 વાર વાત પણ કરી હતી, સંજય સિંહ સાથે કેજરીવાલના ઘરે કેજરીવાલને પણ મળ્યા હતા.

2009મા હૌજ ખાસમાં તેમણે પહેલુ કાફે ખોલ્યુ હતું ત્યારબાદ તેમણે દિલ્હીમાં ઘણી બધી જગ્યા પર રેસ્ટોરન્ટ ઓપન કરી હતી. વર્ષ 2018 મા ઈસ્ટમેન કલર રેસ્ટોરન્ટ પ્રાઈવેટ લિમિટેડની શરૂઆત કરી હતી દિનેશ  દિલ્હીમાં ઘણી જાણીતી રેસ્ટોરન્ટના માલિક છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર દિનેશ રાધા અરોરા ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પણ છે.

દિનેશ અરોડા ત્યારે ચર્ચામાં આવ્યા કે જ્યારે કોરોના સમયે લાગેલા લોકડાઉન દરમિયાન તેમણે જરૂરિયાતમંદોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કર્યું હતું. તે સમયે ઘરેથી ભોજન પેક કરીને જરૂરિયાતમંદોને તે પહોંચાડતા હતા.