- દિલ્હી ઉપરાંત મુંબઈ અને પુણેમાં પણ આપ કાર્યર્ક્તાઓ વિરોધ પ્રદર્શન
નવીદિલ્હી, દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના અન્ય એક મોટા નેતા સંજય સિંહની ધરપકડ બાદ રાજધાનીમાં રાજકીય તાપમાન ઊંચુ છે.સંજય સિંહની ધરપકડના વિરોધમાં દિલ્હી કાર્યાલય પર આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યા છે. દિલ્હી ઉપરાંત મુંબઈ અને પુણેમાં પણ આપઁ કાર્યર્ક્તાઓ વિરોધ પ્રદર્શન કર્યા છે.આપ સાંસદ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહેલા આપ કાર્યકરોની પોલીસ સાથે ઘર્ષણ થયું. આપ કાર્યર્ક્તાઓ પાર્ટી હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકરો બેરિકેડ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો આથી દિલ્હી પોલીસ તેમને રોકવામાં પ્રયાસ કર્યો હતો પરંતુ કાર્યર્ક્તાઓ સતત પીએમ મોદી વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતાં અનેે સાંસદ સંજય સિંહ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઝિંદાબાદના નારા લગાવ્યા હતાં મુંબઈમાં પણ આપ સાંસદ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોને હવે પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે.
આપ સાંસદ સંજય સિંહની ધરપકડ પર કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે જો આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા ૫-૭ વર્ષમાં ઈડી દ્વારા કરવામાં આવેલી કહેવાતી કાર્યવાહી ૯૫% એ લોકો પર છે જેઓ સરકાર વિરુદ્ધ હતા. . ચૂંટણી પહેલા જ આવી કાર્યવાહી થાય છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે કે તેનો ઈરાદો શું છે? હેતુ શું છે?… સત્તા સાથે જોડાયેલા લોકો પર ક્યારેય કોઈ તપાસ કે દરોડા પડાતા નથી, તેમને કોઈ નોટિસ મળતી નથી.
દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિશીએ કહ્યું હતું કે ’આ દેશમાં છેલ્લા ચાર દિવસથી અઘોષિત ઈમરજન્સી લાદવામાં આવી છે. પહેલા પત્રકારોના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા અને તેમની અટકાયત કરવામાં આવી. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની અટકાયત કરવામાં આવી હતી. ઈડીના દરોડામાં સંજય સિંહના ઘરેથી કંઈ મળ્યું નહોતું, છતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ એક અઘોષિત કટોકટી છે કારણ કે ભાજપ જાણે છે કે તેઓ આગામી લોક્સભા ચૂંટણી હારી જશે. આપ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહી છે, પરંતુ પોલીસ અમારી પાર્ટીના કાર્યર્ક્તાઓને નિર્દયતાથી માર મારી રહી છે. ઈમરજન્સી વખતે પણ એવું જ થયું હતું અને આજે અઘોષિત ઈમરજન્સી વખતે પણ એવું જ થઈ રહ્યું છે.
બીજી તરફ દિલ્હી લિકર પોલિસી કેસમાં આપ સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હી બીજેપી નેતાઓ રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહનું કહેવું છે કે આ ગાંધીજીનું સ્મારક છે જેમણે હંમેશા દારૂનો વિરોધ કર્યો હતો. પરંતુ અરવિંદ કેજરીવાલે સાંભળ્યું નહીં. મને લાગે છે કે ગાંધીજીની પ્રેરણા અને આશીર્વાદથી આ થઈ રહ્યું છે. ખુલાસાઓ બહાર આવી રહ્યા છે અને તેમના (આપ) નેતાઓ એક પછી એક જેલમાં જઈ રહ્યા છે. એ દિવસ દૂર નથી જ્યારે દારૂની નીતિના માસ્ટરમાઇન્ડ અરવિંદ કેજરીવાલ પણ જેલમાં જશે.
દરમિયાન શ્રીનગરમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે આ ખૂબ જ દુ:ખદ છે. સંજય સિંહ સંસદમાં સરકારના અનેક પગલાં સામે ખૂબ અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ લાંબા સમય સુધી સરકારની નજરમાં હતા કારણ કે તેઓ મજબૂત વક્તા છે. મને લાગે છે કે આજે તેમની ધરપકડ એ ચૂંટણી પહેલા તાકાતનો દેખાવ છે. હું તેની ધરપકડનો વિરોધ કરું છું…તે દારૂ કૌભાંડનો મુખ્ય માણસ કેવી રીતે હોઈ શકે, હવે રિપોર્ટ આવશે ત્યારે જોવા મળશે.આવુ ક્યાં સુધી ચાલશે, આ લોકશાહી દેશ છે.
ગોપાલ રાયે કહ્યું કે જો એક-બે નહીં પણ આમ આદમી પાર્ટીના દરેકની ધરપકડ થાય તો તેઓ ઝૂકવા તૈયાર નથી. લોકશાહી માટે અવાજ ઉઠાવતા આવ્યા છે અને કરતા રહેશે. દેશમાં જે રીતે વાતાવરણ સર્જાયું છે. પત્રકારોની ધરપકડ કરવામાં આવી હતી. તૃણમૂલ સાંસદોની ધરપકડ. સંજય સિંહની કોઈપણ પુરાવા વગર ધરપકડ કરવામાં આવી હતી. આજે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે વધુ નેતાઓની ધરપકડ કરવામાં આવશે. તેઓ દેશમાં બીજી વિધાનસભા ચૂંટણી હારી રહ્યા છે. આ ડર અને ગભરાટ દેખાય છે. વિપક્ષી નેતાઓને જેલમાં મોકલો. અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, તેજસ્વી યાદવ અને રૂજીઇ ને પણ જેલમાં નાખો. ધરપકડો કરતા રહો. તમારી હારની તૈયારીઓ થશે. આ તાનાશાહી સામે ભાજપ મુખ્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરશે. આ લડાઈ શેરીઓથી લઈને કોર્ટ સુધી ચાલુ રહેશે. લોકશાહી અને બંધારણની રક્ષા માટે લડત ચાલુ રાખશે.આપ નેતા સંજય સિંહની ધરપકડ પર એનસીપીઁ (શરદ પવાર જૂથ)ના નેતા ક્લાઈડ ક્રેસ્ટો કહે છે કે આપણે યાદ રાખવું પડશે કે આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા છે અને કાયદાથી ઉપર કોઈ નથી. જેઓ અગાઉ ભાજપનો ભાગ ન હતા અને ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી તેઓને પાછળથી ક્લીનચીટ મળી છે. તેઓ ભાજપમાં જોડાયા. જે લોકો સરકાર અને ભાજપ વિરુદ્ધ બોલે છે, તેમની સામે સમાન પ્રકારના કેસ નોંધવામાં આવે છે અને તેમનો અવાજ દબાવવામાં આવે છે.