નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેમની ધરપકડને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેણે ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા રિમાન્ડને પણ પડકાર્યો છે. કોર્ટ આજે આ મામલે સુનાવણી કરશે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેમની ધરપકડને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેણે ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા રિમાન્ડને પણ પડકાર્યો છે. કોર્ટ આજે આ મામલે સુનાવણી કરશે.
બીજી તરફ, ઈડીએ આરોપ લગાવ્યો છે કે સિંઘે હાલમાં બંધ થઈ ગયેલી દિલ્હી લિકર પોલિસી ઘડવામાં અને તેને લાગુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનો હેતુ કથિત રીતે કેટલાક દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ વિક્રેતાઓ અને છૂટક વેપારીઓને ફાયદો પહોંચાડવાનો હતો.
કેન્દ્રીય એજન્સી દ્વારા તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ રાજ્યસભા સાંસદ સંજય સિંહની ૪ ઓક્ટોબરે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ૫ ઓક્ટોબરે તેને ૧૦ ઓક્ટોબર સુધી ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તેના રિમાન્ડ ૧૩ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યા હતા.
સંજય સિંહની ધરપકડ કર્યા બાદ ઈડીએ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી કોર્ટે સાંસદને પાંચ દિવસના ઇડી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. સિંઘની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી, તો બીજી તરફ તેના નજીકના સંબંધીઓને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઈડીએ વિવેક ત્યાગી અને સર્વેશ મિશ્રાને સમન્સ જારી કરીને પૂછપરછ કરી હતી.