પાત્રા ચાલ કૌભાંડ મામલે શિવસેના નેતા સંજય રાઉતની EDએ કરી અટકાયત – સૂત્ર

  • શિવસેના નેતા સંજય રાઉતની EDએ કરી અટકાયત: સૂત્ર
  • પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પુછપરછ બાદ અટકાયત: સૂત્ર 
  • EDએ સંજય રાઉત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો

શિવસેના નેતા સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે/ ED છેલ્લા 8 કલાકથી તેમના ઘરે તપાસ કરી રહી હતી. ઈડીએ આ દરોડા પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પાડ્યા હતા. રવિવારે EDની ટીમ સવારે 7 વાગે ભાંડુપમાં રાઉતના ઘરે પહોંચી હતી. EDની ટીમના આગમન બાદ રાઉતના વકીલો પણ તેમના ઘરે પહોંચ્યા હતા. બહાર ઘણા સમર્થકો પણ ભેગા થયા હતા.

EDએ સંજય રાઉત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. માહિતી અનુસાર, જ્યારે તેમને તપાસ એજન્સીએ તેમની સાથે ED ઑફિસમાં જવા માટે કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ વર્તમાન સાંસદ છે. તેમણે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ હવે ED તેમને કસ્ટડીમાં લઈને પોતાની સાથે લઈ જઈ શકે છે.