સાનિયા મિર્ઝા-શોએબ મલિક વિખૂટા પડ્યા.! ટેનિસ સ્ટારે છોડ્યું દુબઈ વાળું ઘર


મુંબઇ,
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલેકનાં ડિવોર્સનીં સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.ત્યારે છેલ્લા ઘણા સમયથી તે બંને વચ્ચે કંઈ જ સારુ ચાલી રહ્યું ન હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ હવે બંને અલગ થઈ રહ્યા છે અને તેમનું ૧૨ વર્ષનું લગ્ન જીવન સમાપ્ત થઈ રહ્યું છે. પરંતુ હાલમાં શોએબ મલેક કે સાનિયા મિર્ઝાએ આ બાબતે કંઈ પણ કહ્યું નથી.

મળતી માહિતી મુજબ સાનિયા મિર્ઝા અને શોએબ સાથે દુબઈ વાળા ઘરમાં રહેતા હતા પણ સાનિયા મિર્ઝાએ છેલ્લા ઘણા સમયથી તે ઘર છોડી દીધું છે અને તેણે ત્યાં પોતાનું એક ઘર પણ લઈ લીધું છે. જેથી તે તેના બાળકને દુબઈ રહે છે.

સાનિયા મિર્ઝા અને શોએબ મલેકની જોડી દુનિયાની સૌથી પ્રસિધ જોડી માનવામાં આવતી હતી. કેમ કે ભારત-પાકિસ્તાનનો પણ એક ઈતિહાસ છે. એટલે કે જ્યારે બે દેશોનાં સુપરસ્ટાર પ્લેયર્સ સબંધમાં બંધાઈ રહ્યા છે તેની ચર્ચા થવા લાગી હતી. સાનિયા મિર્ઝા અને શોએબ મલેકના લગ્ન ૧૨ એપ્રિલ ૨૦૧૦ નાં રોજ થયા હતા. તેમને એક દિકરો પણ છે. જેનું નામ ઈજહાન છે. જે લાંબા સમયથી દુબઈમાં જ રહેતા હતા. સાનિયા મિર્ઝા હાલમાં જ પાકિસ્તાન ગઈ છે.