મુંબઇ,પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા વચ્ચે તિરાડ પડી રહી હોવાનો સમાચાર ખૂબ છેલ્લા કેટલાક મહિના દરમિયાન ફેલાયા હતા. બંને એક બીજાથી અલગ અલગ રહી રહ્યા છે અને બંને વચ્ચે ઠીક નથી ચાલી રહ્યુ જેવા સમાચારો અવાર નવાર ચમક્તા રહ્યા છે. પાકિસ્તાન અને ભારત બંને દેશોમાં આ પ્રકારના સમાચારો ફેલાઈ રહ્યા હતા. જોકે આ દરમિયાન હવે સાનિયા મિર્ઝાને લઈ શોએબે કેટલીક વાતો કરી છે.
સાનિયા હાલમાં દુબઈમાં પુત્ર સાથે એકલી જ રહેતી હોવાના મીડિયા રિપોર્ટ્સ હતા. બંનેના અલગ થવાના કારણ તરીકે મીડિયા રિપોર્ટ્સમાં અન્ય મોડલ સાથે તેનુ અફેર હોવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. આ દરમિયાન સાનિયાએ ટેનિસ કરિયરને પણ અલવિદા કહી દીધુ છે. નિવૃત્તી વેળાએ અંતિમ મેચમાં સાનિયાના પરિવારના સભ્યો હાજર હતા. સાનિયાના મિત્રો પણ આ મેચમાં હાજર હતા, પરંતુ સાનિયાનો પતિ શોએબ જ માત્ર ક્યાંય નજર આવ્યો નહોતો.
પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકે પોતાના લગ્ન જીવનને લઈ હાલમાં ચર્ચાતી વાતો પર ખુલીને વાતો કરી હતી. પાકિસ્તાની ટીવી ચેનલને તેણે આપેલા ઈન્ટરવ્યૂમાં શોએબે છૂટાછેડા લેવાના સમાચારોથી ઇન્કાર કર્યો હતો. તેણે બતાવ્યુ હતુ તે, આજે પણ તેમના સંબંધો ખૂબ જ મજબૂત છે. શોએબે કહ્યુ હતુ કે, પ્રોફેશનલ શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે અને તેને લઈ બંનેને સમય નથી મળી રહ્યો. વાત કરતા શોએબે કહ્યુ હતુ કે, તેમની પત્નિ શાનિયા અને પુત્ર ઈઝહાન ઉમરાહ માટે ગયા હતા ત્યારે તે વ્યસ્ત હતો અને જ્યારે તે બ્રેક લઈને ઈઝહાન સાથે સમય વિતાવવા માટે દુબઈ ગયો તો સાનિયા વ્યસ્ત હતી.
સૌએ સમજવાની જરુર છે કે, તે બંને અલગ અલગ દેશોથી જોડાયેલા છે અને બંનેના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પણ છે એમ શોએબે કહ્યુ હતુ. અમારા બંનેમાંથી કોઈએ પણ કોઈ નિવેદન જાહેર કર્યુ નથી. શોએબે કહ્યુ હતુ કે, ઈદ પર સાનિયા અને ઈઝહાન તેની સાથે હોત તો વધારે સારુ હોત. પરંતુ કામને લઈ તેઓ સાથે નહોતા. તેણે કહ્યુ કે, બંને ને ખૂબ યાદ કરે છે. તેનો પ્રેમ અત્યારે પણ ખૂબ જ મજબૂત છે.