સાન ફ્રાન્સિસ્કો શહેરે પોતાના નામના ઉપયોગ બદલ ઓકલેન્ડ પર કેસ કર્યો

ઓકલેન્ડ, ઓકલેન્ડના અધિકારીઓએ શહેરના એરપોર્ટનું નામ બદલીને સાન ફ્રાન્સિસ્કો બે ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની તરફેણમાં મતદાન કર્યા પછી સાન ફ્રાન્સિસ્કોએ ઓકલેન્ડ પર દાવો માંડ્યો હતો અને કહ્યું હતું કે આ ફેરફાર મૂંઝવણ પેદા કરશે અને આ બાબત તેના એરપોર્ટને પહેલેથી જ આથક રીતે અસર કરી રહ્યું છે.ગયા અઠવાડિયે ઓકલેન્ડ પોર્ટ માટેના બોર્ડ ઓફ કમિશ્ર્નરોએ નામ-ફેરફાર સાથે આગળ વધવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું હતું અને ૯ મેના રોજ અંતિમ મંજૂરી માટે બીજો મત સુનિશ્ચિત કર્યો હતો. એરપોર્ટને હાલમાં ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવામાં આવે છે તેમાં સન ફ્રાન્સિસ્કો નામ ઉમેરવામાં આવ્યું છે.

સાન ફ્રાન્સિસ્કો સિટી એટર્ની ચીયુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે આશા રાખી હતી કે ઓકલેન્ડ સમજી જશે પરંતુ સ્વીકાર્ય વૈકલ્પિક નામ પર સહયોગ કરવાનો તેમનો ઇનકાર અમને સમ ફ્રાન્સિસ્ક ના ટ્રેડમાર્કને સુરક્ષિત કરવા માટે દાવો દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ છોડતો નથી. સાન ફ્રાન્સિસ્કો કોર્ટને ઓકલેન્ડ એરપોર્ટને તેના નામ-પરિવર્તન સાથે આગળ વધતા અટકાવવા અને નવું નામ સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરે તેવો નિયમ કરવા માટે કહી રહ્યું છે.

નામ બદલવાની યોજના ઇરાદાપૂર્વક એવા પ્રવાસીઓને વાળવા માટે રચાયેલ છે કે જેઓ ખાડી વિસ્તારની ભૂગોળથી અજાણ હોઈ શકે છે તેમ કહેતા ચિયુએ ઉમેર્યું હતું કે, નામ બદલવાનું આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મૂંઝવણભર્યું હશે. જે પ્રવાસીઓ અંગ્રેજી બોલતા કે વાંચતા નથી. પોર્ટ ઓફ ઓકલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૂચિત નામ બદલવાથી નિયમ કે ટ્રેડમાર્કનું ઉલ્લંઘન થતું નથી. અમે સાન ફ્રાન્સિસ્કો ખાડી પર અમારી જગ્યાનો દાવો કરવાના અમારા અધિકારનો જોરશોરથી બચાવ કરીશું.