સંદેશખાલી વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કેસની સુનાવણી બંગાળ બહાર ટ્રાન્સફર કરવાની માંગ

પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી વિવાદ પર રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેને લઇને ભાજપ અને ટીએમસીના નેતા અને કાર્યકર્તાઓ સામ-સામે આવી ગયા છે. હવે આ મામલો સુપ્રિમ કોર્ટેમાં પહોંચી ગયો છે. જો કે વકીલ આલોક અલખ શ્રીવાસ્તવે સંદેશખાલીના મુદા પર સુપ્રિમ કોર્ટેમાં PIL દાખલ કરી છે અને અરજીમાં માંગણી કરવામાં આવી છે કે, કોર્ટેની દેખરેખમાં સીબીઆઇ અને એસઆઇટીની ટીમ કેસની તપાસ કરશે.

અરજીમાં સંદેશખાલીના પીડિતોને લઇને વળતરની માંગણી કરી છે, સાથે જ પોતાની જવાબદારી સારી રીતથી નિભાવવા માટે પશ્ચિમ બંગાળ પોલીસની સામે પણ કાર્યવાહીની માંગણી કરી છે. અરજીમાં સંદેશખેલી કેસની તપાસ રાજ્યથી બહાર ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે. સંદેશખાલી કેસની તપાસ ત્રણ જજની કમિટીથી કરવાની માંગણી પણ કરી છે. જયારે અરજીકર્તા દ્વારા અરજીને આજે સવારે ઇમેઇલ કરીને અને આજે આ સામેલ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, તમે મારા પર દબાણ બનાવી શકો નહીં. અમે આ લિસ્ટ કરવા અને બપોર પછી આના પર વિચાર કરશું.

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં આવેલા ગામ સંદેશખાલી આ દિવસે ભારે વિરોધ પ્રદર્શનનું સાક્ષી બની રહ્યું છે. જો કે, ગામની મહિલાઓ છેલ્લા કેટલાક દિવસોથી આરોપ લગાવી રહી છે કે, ટીએમસી નેતા શાહજહાં શેખ અને બીજા ટીએમસી નેતાઓએ તેમની જમીન પર કબ્જો કરી લીધો અને કેટલિક મહિલાઓએ ટીએમસી નેતાઓ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેને લઇને સંદેશખાલીમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરતાં સમગ્ર મામલો દેશની સામે આવ્યો હતો. સાથે જ ભાજપના સાંસદો પણ સંદેશખાલીમાં પ્રદર્શન કરી રહ્યા છે. શાહજહાં શેખ રાશન કેસમાં આરોપી છે અને છેલ્લા દિવસોમાં ઇડીની ટીમ પર હુમલો કરવામાં પણ શેખ શાહજહાં આરોપી છે. જયારે બંગાળની સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર આ મુદા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.