નવીદિલ્હી, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે.‘વોટ ઈન્ડિયા થિંક ટુડે’ ગ્લોબલ સમિટ ૨૦૨૪ના મંચ પર પણ સંદેશખાલીની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કાર્યક્રમમાં ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય મહેમાનોની સામે દેશના આંતરિક મામલામાં નિવેદન આપવાનું ટાળ્યું હતું અને મમતાનો સરકારની સાથે સાથે કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો.
‘નારી શક્તિ’ સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘ત્યાં જે થયું તે કોઈ પણ વ્યક્તિની કલ્પનાની બહાર છે. જ્યારે પણ પશ્ર્ચિમ બંગાળમાં હિંસા થઈ ત્યારે મેં કહ્યું હતું કે જો તે ભાજપનો વ્યક્તિ હોય તો તેને સરળતાથી મારી શકાય છે. જો ભાજપની મહિલા કાર્યકર હોય તો તેને ઘરની બહાર કાઢીને સામૂહિક બળાત્કાર કરી શકાય છે. જો ભાજપ યુવા મોરચાનો કોઈ કાર્યકર હોય તો તેને ઝાડ પર લટકાવીને મારી શકાય છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, ‘જો ભાજપના કોઈ વરિષ્ઠ કાર્યકર હોય તો તેના ઘરને આગ લગાડી શકાય છેપ કારણ કે અમે ભાજપના કાર્યર્ક્તા છીએ, જો કોઈ અમને મારી નાખે તો કોઈને વાંધો નથીપ આ અમારી રાજકિય કિંમત છે જે અમે લડવા માટે ચૂકવીએ છીએ. સંદેશખાલીમાં એવા લોકો છે જે બીજેપી નથીપએ લોકોએ અમારી પાસે આવવું જોઈએપતમે કલ્પના કરી શકો છો કે જે મહિલાઓએ વર્ષોથી મમતા બેનર્જીને ટેકો આપ્યો છે, તે મહિલાઓને તેમના ઘરેથી અપહરણ કરવામાં આવે છે અને બળાત્કાર કરવામાં આવે છે..’
પશ્ચિમ બંગાળ સરકારના વલણ પર સવાલ ઉઠાવતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘શું કોઈએ વિચાર્યું હશે કે મમતા બંદોપાયાયને ખબર ન હતી કે મહિલાઓને તેમની ઉંમર અને ધર્મના આધારે અલગ પાડવામાં આવે છેપ રાજનીતિ તેની પોતાની છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોની પણ હત્યા કરવામાં આવી હતીપકોંગ્રેસના લોકો પણ ત્યાં જઈને વાત કરવા માગે છેપપરંતુ તેઓ રાજકારણના ચક્રવ્યૂહમાં શહજાદેને શોધી રહ્યા છે આ ઘટના માટે તેમની પાસે એક પણ શબ્દ નથી.આટલું બોલ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ વાત ટાળી દીધી.
અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ‘મહિલા શક્તિ’ને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે પીએમ મોદીએ મહિલાઓની ક્ષમતાને ઓળખી અને તેમને એક અલગ ઓળખ આપી. તેમણે કહ્યું કે લગભગ ૨૦ વર્ષ પહેલા જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે હોસ્પિટલમાં મહિલાઓની ડિલિવરી થાય.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો ઉલ્લેખ કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ યોજનાએ મહિલાઓમાં એક નવી ઉર્જા આપી છે, લગભગ સાડા ત્રણ લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષોની સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે, દેશની રક્ષામાં મહિલાઓ પણ યોગદાન આપી રહી છે. ભારતની નારી શક્તિનો મહિમા દુનિયાએ જોયો છે, આજે ભારતની મહિલાઓ વિશ્વમાં પોતાનો ઝંડો ફરકાવી રહી છે.