કોલકાતા, પશ્ર્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના યૌન ઉત્પીડન મામલે હાઇકોર્ટે સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે. હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે રાજ્યએ દરેક પ્રકારની મદદ કરવાની જરૂર છે. ત્યાં લોકો સીબીઆઇને પોતાની ફરિયાદ કરી શકશે. કોર્ટે કહ્યું હતું કે સીબીઆઇએ પોર્ટલ બનાવવાનું રહેશે. બળાત્કાર, ખેતીની જમીનના બદલામાં બધી ફરિયાદોની તપાસ સીબીઆઇ કરશે.
કોર્ટની નિગરાનીમાં તપાસ કરવામાં આવશે. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે સંદેશખાલી ક્ષેત્રમાં ૧૫ દિવસની અંદર સીસીટીવી સ્થાપિત કરવાના રહેશે. ૧૫ દિવસની અંદર એલઇડી લાઇટિંગ લગાવવાનો નિર્દેશ છે. કોર્ટે કહ્યું હતું કે સાક્ષીઓને સુરક્ષિત રાખવાની જરૂર છે. આગામી સુનાવણી બીજી મેએ થશે. એ દિવસ સીબીઆઇ પ્રાઇમરી રિપોર્ટ કરશે.
સંદેશખાલીની મહિલાઓએ ટીએમસીના નેતાઓ પર યૌન ઉત્પીડન અને જબરદસ્તી જમીન કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં શેખ શાહજહાં, શિબુ હાજરા અને ઉત્તમ સરદાર આરોપી છે. ત્રણની ધરપકડ કરી લીધી હતી. સંદેશખાલીથી જોડાયેલી પાં જનહિત અરજી પર ચીફ જસ્ટિસ ્જી શિવજ્ઞાનમ અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટના આદેશ પછી રાજ્ય સરકાર સીબીઆઇ તપાસ અટકાવી નહોતી શકી. રાજ્યથી જોડાયેલા કોઈ પણ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ તપાસ માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. જોકે કોલકાતા હાઇકોર્ટના આદેશ પછી હવે એની જરૂર નહીં પડે. આ પહેલાં હાઇકોર્ટે કહ્યું હતું કે સંદેશખાલીનું એક ટકા સત્ય પણ શરમજનક છે. કોર્ટે કહ્યું હતું કે પૂરું વહીવટી તંત્ર અને સત્તાધારી પાર્ટી એના માટે નૈતિક રીતે ૧૦૦ ટકા જવાબદાર છે.