મુંબઇ, પ્રખ્યાત અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાં આ દિવસોમાં ચર્ચામાં છે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ચાલી રહેલા હંગામા માટે તેને સતત જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. આજે અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી સંદેશખાલી વિવાદ પર એક લાંબું નિવેદન શેર કર્યું છે.
અભિનેત્રી નુસરત જહાં સમયાંતરે અનેક આરોપોનો સામનો કરતી રહી છે. તાજેતરમાં સંદેશખાલી વિવાદ બાદ નુસરત જહાં સતત ટીકાઓનો સામનો કરી રહી છે. અભિનેત્રીએ આજે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘એક મહિલા અને જનપ્રતિનિધિ હોવાના નાતે, મેં હંમેશા મારી પાર્ટીના માર્ગદશકાનું પાલન કર્યું છે અને લોકોની સેવા કરી છે. આ બધું સાંભળીને મારા માટે ખૂબ જ દુ:ખ થાય છે. સંદેશખાલીમાં જે પણ થયું તે મારા માટે ખૂબ જ દુ:ખદ છે.
સંદેશખાલીના ગ્રામજનોમાં નુસરત પ્રત્યે ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નુસરતે છેલ્લા પાંચ વર્ષથી સંદેશખાલીની મુલાકાત લીધી નથી. તે જ સમયે સંદેશખાલીની એક મહિલાએ કહ્યું છે કે, ‘અમારા ગામમાં કોઈ સિનેમા હોલ નથી, છતાં અમે નુસરતની ફિલ્મો જોવા માટે ૪૦ કિલોમીટર ચાલીએ છીએ, પરંતુ તે અમારા ગામમાં એક પણ વખત આવી નથી.’
રિપોર્ટ્સનું માનીએ તો પશ્ચિમ બંગાળના સંદેશખાલીના ગ્રામજનોની જમીનો હડપ કરવામાં આવી રહી છે. આ સાથે સંદેશખાલીની મહિલાઓના યૌન શોષણના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.