કોલકતા, કોલકાતા હાઈકોર્ટે સોમવારે મમતા બેનર્જી સરકારને સંદેશખાલી કેસમાં ટીએમસી નેતા શેખ શાહજહાંની ધરપકડ કરવા જણાવ્યું હતું. એક વકીલે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી કે ઘણા લોકો સંદેશખાલી જઈ રહ્યા છે. કેટલાકની ધરપકડ કરવામાં આવી રહી છે તો કેટલાકને હાર પહેરાવવામાં આવી રહ્યા છે. વકીલે અપીલ કરી હતી કે હાઈકોર્ટે સંદેશખાલીની તપાસ માટે સ્વતંત્ર કમિટીની બનાવવી જોઈએ.કોર્ટે કહ્યું કે અમે આમ કરીશું, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે રાજ્ય સરકાર, પોલીસ, સીબીઆઈ અને ઈડી કોર્ટમાં હાજર રહે. આ સાથે જિલ્લા પ્રદેશ પ્રમુખ શેખ શાહજહાં પણ ફરાર છે. અમે વાંચ્યું છે કે તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે પોલીસને પણ ફટકાર લગાવી હતી. કહ્યું કે આ ૪ વર્ષ જૂનો મામલો છે. એફઆઈઆરને ચાર્જશીટમાં ફેરવતા ૪ વર્ષ લાગી ગયા?
સંદેશખાલીમાં ટીએમસીના નેતા શેખ શાહજહાં અને તેના બે સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર મહિલાઓ પર ગેંગ રોપ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર સહિત ૧૮ લોકોની ધરપકડ કરી છે. શાહજહાં હજુ પણ ફરાર છે.શાહજહાં શેખ જિલ્લા સ્તરના નેતા છે. રાશન કૌભાંડમાં ED એ ૫ જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ શાહજહાંના ૨૦૦થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજહાં શેખ ફરાર છે. જોકે સંદેશખાલીના લોકો કહે છે કે તે ક્યાંય ગયો નથી, તે અહીં જ છે.
એમિક્સ ક્યુરી (કોર્ટ દ્વારા નિયુક્ત વકીલ): ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી રહી નથી કારણ કે કોર્ટે તેના પર સ્ટે મૂક્યો છે. આની સ્પષ્ટતા થવી જોઈએ.
ચીફ જસ્ટિસ: અમે કોઈ આદેશ આપ્યો નથી. આ કયો ઓર્ડર છે?
એમિક્સ ક્યુરી (કોર્ટ દ્વારા નિયુક્ત વકીલ): આવો કોઈ આદેશ નથી. શું કોઈ સ્ટે લાદવામાં આવ્યો છે? અમે માત્ર એસઆઇટીની રચના પર પ્રતિબંધ મૂક્યો હતો. શાહજહાં શેખની ધરપકડ રોકવાનો કોઈ આદેશ નથી. આવો આદેશ કેવી રીતે આપી શકાય કે તેની ધરપકડ ન કરવામાં આવે, તે પણ ૨૦ દિવસ માટે? તેની ધરપકડ કરવામાં આવી નથી. અમે રજિસ્ટ્રી વિભાગને બંગાળી અને અંગ્રેજી અખબારોમાં મોટા જાહેર નોટીસ જાહેર કરવામાં આવે.
એમિક્સ ક્યુરી (કોર્ટ દ્વારા નિયુક્ત વકીલ): શું હું પરિસ્થિતિની તપાસ કરવા સંદેશખાલી જઈ શકું?
ચીફ જસ્ટિસ: ના, હજી ત્યાં ન જાવ.
એડવોકેટ પ્રિયંકા ટિબરવાલ: બીજી ગંભીર વાત. મારી અરજીમાં મેં તે પીડિતોના નામ આપ્યા છે જેમની સાથે અન્યાય થયો છે. પોલીસ હાજર છે, પરંતુ પીડિતોનું કહેવું છે કે જો તેઓ તેમની પાસે જશે તો તેમને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડશે. પોલીસ પર પણ મિલીભગતનો આરોપ છે. અનેક પીડિતોએ કહ્યું કે, પોલીસે જ તેમને કહ્યું કે શેખ શાહજહાં આજથી તમારા પતિ છે. પીડિતો પોલીસ પાસે કેવી રીતે જઈ શકે?
ચીફ જસ્ટિસ: અમે તેને ડાયરેક્ટર લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા સાંભળીએ છીએ અને તે પણ તેની ઓળખ છતી કર્યા વિના. તમે પીડિતોને આ કરવા માટે કહી શકો છો. અધિક જિલ્લા જજ ત્યાં જઈને કેમ્પ લગાવી શકે છે.
એડવોકેટ પ્રિયંકા ટિબરવાલ : કલમ ૧૪૪ લાગુ છે અને તેના કારણે આરોપીઓ ભાગી રહ્યા છે. પીડિતો નજરકેદ છે. તે બોલી રહ્યા નથી. શાસક પક્ષના મંત્રીઓ ત્યાં જઈને પીડિતોને ડરાવી રહ્યા છે. સંદેશખાલી જવાની મંજુરી કેવી રીતે મળી? જો ત્યાં કોઈને જવા દેવામાં ન આવે તો સત્તાધારી પક્ષના નેતાઓ પણ ત્યાં ન હોવા જોઈએ.
એટર્ની જનરલ (બંગાળ સરકાર): ૨૦૨૩ માં આ કેસમાં ૪૩ એફઆઇઆર નોંધવામાં આવી હતી. ૪૨માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જમીન પચાવી પાડવાના કેસમાં ૭ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી અને તે તમામમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ૮ ફેબ્રુઆરી ૨૦૨૪થી ૮ નવા કેસ શરૂ થયા છે. અત્યાર સુધીમાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસ: એફઆઈઆરને ચાર્જશીટમાં કન્વર્ટ થતાં ૪ વર્ષ લાગ્યાં. છેલ્લા ઘણા સમયથી આ મામલો ગરમાયો હતો અને અચાનક તે ફાટી નીકળ્યો હતો.
એડવોકેટ પ્રિયંકા તિબરવાલ: આ સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ.