
કોલકતા,સંદેશખાલી પ્રકરણમાં શાહજહાંની ધરપકડને લઈને કેટલાય સપ્તાહો સુધી પોલીસ મૂંઝવણમાં હતી. કેટલાક જમીન અધિગ્રહણ અંગે ફરિયાદ કરે છે, તો કેટલાક મહિલા ઉત્પીડનની ફરિયાદ કરે છે. હાલમાં સંદેશખાલી વિરોધની આગમાં સળગી રહ્યું છે. આવી સ્થિતિમાં ટીએમસીના સાંસદ નુસરત જહાં ક્યાં છે ?
ઘણા સમયથી આ પ્રશ્ર્ને વિવિધ વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં સેલેબ ગણાતી નુસરત પોતાના કામમાં વ્યસ્ત છે. તે ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લેતી જોવા મળે છે. ક્યારેક અભિનેત્રીનો બોલ્ડ લુક વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે તેણે લોકોના કટાક્ષનો ભોગ બનવું પડ્યું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયામાં લોકો રોષે ભરાયા છે. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ કોમેન્ટ બોક્સમાં તેને નિશાન બનાવવામાં આવી છે.
યોગાનુયોગ એક પછી એક મહિલાઓ પર બળાત્કાર, જમીન પચાવી પાડવા જેવા આક્ષેપોએ સંદેશખાલીમાં વધુ આગનો પલિતો ચાપ્યો છે. આ વિસ્તારમાં સાંસદો ન જવાને લઈને પણ નારાજગી છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ મોઢું ખોલતી જોવા મળી હતી. તેણે લખ્યું, ‘આવા આરોપો હૃદયને હચમચાવી દેનારા છે. એક મહિલા તરીકે, જનપ્રતિનિધિ તરીકે, હું હંમેશા મારી પાર્ટીના શબ્દોને અનુસરીને લોકોની સાથે ઉભી રહી છું. સંદેશખાલી અંગે મદદ કરવા અને પગલાં લેવા માટે આપણા મુખ્યમંત્રીએ પહેલેથી જ બધું કર્યું છે. મેં મારા કેન્દ્રના લોકો માટે બધું જ કર્યું છે.