સાણંદ એસડીએમ રાજેન્દ્ર પટેલે પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો ,૧૫ દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા

અમદાવાદ,

સાણંદમાંથી ઘણાં જ આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ – સાણંદ એસડીએમ રાજેન્દ્ર કેશવલાલ પટેલે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. તેમણે સાણંદની નિમત લોરા સોસાયટીનાં પાંચમે માળેથી કુદીને આપઘાત કરી લીધાની માહિતી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે, સાણંદ વિધાનસભા સીટ ના રિટનગ ઓફિસર પણ હતા. મૂળ પાલનપુરનાં રાજેન્દ્ર પટેલ નિમત લોરા સોસાયટીનાં બી ૪૦૩ માં રહેતા હતા. તેઓ ૧૫ દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા.

સાણંદ એસડીએમ રાજેન્દ્ર પટેલનાં આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ અને પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. તેઓ અમદાવાદના સાણંદનાં પ્રાંત ઓફિસર હતા. આપઘાત પહેલા તેમણે કોઇ ચિઠ્ઠી લખી છે કે નહીં તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાણંદ વિધાનસભા સીટના રિટનગ ઓફિસર રાજેન્દ્ર પટેલનાં અચાનક આપઘાત બાદ પરિવાર અને આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.